Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ભાવનગરમાં જૂગાર રમતો જસદણનો શખ્સ ઝડપાયો

ભાવનગર તા. ૧૭ :.. ભાવનગરમાં વાલ્કેટ ગેટ નજીક એએસપીની ટીમે દરોડો પાડી જુગારધામ ઝડપી લઇ જુગાર પરમાંથી રોકડા રૂ. ર.૪૦ લાખ કબ્જે કર્યા હતાં.

વિગતો મુજબ ભાવનગર શહેરનાં વાલ્કેટ ગેટ વિસ્તારમાં જૂગારધામ ચાલતુ હોવાની બાતમી મળતાં એએસપી અને તેની ટીમે મોડી રાત્રે દરોડો પાડતાં જૂગાર રમતા શખ્સોમાં નાસ-ભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ર૪૦૧ર૦  અને મોબાઇલ મળી કુલ રૂ. રપ૦૮૭૦ ના મુદામાલ સાથે જસદણનાં મજીદ  ગફાર નાગાણી નામનાં શખ્સને ઝડપી લીધો હતો. જયારે ચાર શખ્સો નાસી છૂટયા હતાં. નાસી છૂટેલા પ્રકાશ ઉર્ફે ગોદડો, રોહિત ઉર્ફે પેટોલ, હિરેન રાઠોડ અને પ્રકાશ ઉર્ફે ડેની (રહે. તમામ ભાવનગર) સામે જૂગાર ધારા હેઠળ ગુન્હો નોંધી તમામની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

(10:31 am IST)