Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ભાયાવદરમાં યુવતીને ભગાડી જનાર યુવકના પિતા ઉપર ૩ શખ્‍સોનો પાઈપથી હુમલો

વૃદ્ધ જીતેન્‍દ્રભાઈ સામાણી ઉપર ભોવાન, ચીમન તથા રમેશ માંકડીયા તૂટી પડયા

રાજકોટ, તા. ૧૭ :. ભાયાવદરમાં યુવતીને ભગાડી જનાર યુવકના પિતા ઉપર ત્રણ શખ્‍સોએ પાઈપથી હુમલો કરતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

મળતી વિગતો મુજબ ભાયાવદરમાં ગંજીવાડામાં રહેતા જીતેન્‍દ્રભાઈ મોહનભાઈ સામાણી (ઉ.વ. ૬૬) ઉપર ભોવાન નરસીભાઈ માંકડીયા, ચીમન ભોવાનભાઈ માંકડીયા તથા રમેશ કુરજીભાઈ માંકડીયા રે. રોકડ શેરી ભાયાવદરે લોખંડના પાઈપથી હુમલો કરી તેમજ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્‍ત જીતેન્‍દ્રભાઈને પુત્ર આરોપી ભોવાનભાઈની પુત્રીને ભગાડી જતા તેનો ખાર રાખી ભોવાનભાઈ સહિત ત્રણેયએ હુમલો કર્યો હતો. આ અંગે જીતેન્‍દ્રભાઈની ફરીયાદ ઉપરથી પોલીસે ઉકત ત્રણેય સામે ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ હેડ કોન્‍સ. પી.પી. જાડેજા ચલાવી રહ્યા છે.

(11:24 am IST)