Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

પીકઅપ વેનમાં ભેંસના ૧૧ બચ્ચાને ખીચોખીચ ભરી લઇ જતાં બે પકડાયા

મઘરવાડા પાસે કુવાડવા પોલીસે બોદુ કટારીયા અને અમરૂ માથાસુરીયાને પકડ્યા

રાજકોટઃ કુવાડવાના મઘરવાડા ગામ પાસે રોડ પરથી જીવદયા પ્રેમીઓ અને પોલીસે જીજે૦૩બીવી-૬૭૬૩ નંબરની બોલેરો પીકઅપવેન અટકાવતાં તેમાં ૧૧ ભેંસના બચ્ચાઓને ખીચોખીચ દોરડાથી બાંધી રખાયા હોઇ ગાડીના ચાલક બોદુ નુરમહમદ કટારીયા (ઉ.વ.૪૦-રહે. લાખાજીરાજ સોસાયટી-૨ દૂધસાગર રોડ) તથા સાથેના અમરૂ છગનભાઇ માથાસુરીયા (ઉ.વ.૩૫-રહે. મઘરવાડા ગામ, ખોડાભાઇ ભવરાડની જગ્યામાં) વિરૂધ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાની કલમ ૧૧ (૧) એ ડી મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી ૧૧ બચ્ચાઓને મુકત કરાવ્યા હતાં. આ મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના કોન્સ. મેહુલભાઇ જે. મઢવીએ ફરિયાદી બંને બંને વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ હેડકોન્સ. એ. પી. નિમાવત કરી રહ્યા છે.

(11:35 am IST)