Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

કચ્છના મીઠી રોહરના પ્લાયવુડનાં કારખાનામાં લાગેલી આગ સવારે કાબુમાં: લાખોના લાકડા ભસ્મીભુત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭: કચ્છમાં પ્લાયવુડના કારખાનામાં આગ ભભૂકતા દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કચ્છના ગાંધીધામ તાલુકાના મીઠી રોહરમાં આવેલા પ્લાયવુડના યુનિટમાં મોડી રાત્રીના આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી.

આગની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો. વહેલી સવારે આ આગ કાબુમાં આવી ગઇ હતી.આગની ઘટનાથી મોટા પ્રમાણમાં પ્લાયવુડ અને લાકડાનો જથ્થો ભસ્મીભુત થઇ જતા લાખોનું નુકશાન થયું છે.

આગના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)