Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ગોંડલના દેરડી (કું) પૂ. નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમે ગુરૂપુર્ણિમા મહોત્સવ રદ

ભાવીકો ઓનલાઇન દર્શન સત્સંગ પ્રવચનનો લાભ લઇ શકશે

રાજકોટ, તા., ૧૭: ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી)માં તા.ર૩ને શુક્રવારે સ્વામી શ્રી પૂ.નિર્દોષાનંદજી સન્યાસ આશ્રમે ગુરૂપુર્ણિમા મહોત્સવ કોરોના મહામારીના કારણે રદ કરેલ છે.

ગુરૂપુર્ણિમાના અનુસંધાને દેરડી (કુંભાજી) આશ્રમે તા.ર૩ને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૧.૩૦ દરમિયાન સ્વામીજી  ગુરૂપુજન કરી પ્રાસંગીક આશીર્વચન પાઠવશે. જેનું લાઇવ પ્રસારણ-સદવિદ્યા ટીવી તેમજ યુ-ટયુબનાં માધ્યમથી કરવામાં આવશે. જેને સર્વે સત્સંગીજનો ઘરબેઠા નિહાળી શકશે.

સત્સંગીજનોએ માનસીક રીતે આ કાર્યક્રમ સાથે જોડાઇને પોત-પોતાના ઘરે ગુરૂદેવની પ્રતિમાને સુંદર આસન પર બિરાજમાન કરાવી લાઇવ પ્રસારણનાં માધ્યમ દ્વારા પૂજન-અર્ચન-વંદન કરવુ અને સત્સંગ-પ્રવચનનો લાભ લઇ શકશે.

આ ઉપરાંત  સમગ્ર માનવજાતી કોરોના મહામારીમાંથી મુકત થાય, સમગ્રવિશ્વમાં શાંતિ સ્થપાય તેમજ સૌનું કલ્યાણ થાય એ માટેે સ્વામીજીની પ્રેરણા અનુસાર તા.ર૩-૭-ર૦ર૧ના રોજ ગુરૂપુર્ણિમાની રાત્રે ૯ થી ૯.૩૦ દરમિયાન સર્વે સત્સંગીજનોએ પોત-પોતાના ઘરે મહામૃત્યુંજય મંત્ર- ઓમ ત્ર્યમ્બકં યજામહે...નો જપ કરી પોતાના આધ્યાત્મીક વિકાસ માટે મહાદેવને પ્રાર્થના કરવી તેમ સ્વામીશ્રી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ દેરડી (કુંભાજી) ગામ સમસ્ત દ્વારા જણાવાયું છે.

(11:36 am IST)