Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ભેંસાણના મેંદપરામાં ફરાર કેદી ઝડપાયો

જુનાગઢઃ પોલીસ મહાનિર્દેશક અને સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવી તેજા વાસમશેટ્ટીની સુચના હેઠળ તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુ સારૂ પેરોલ જંપ આરોપી તથા વચગાળાના જામીન પરના ફરાર આરોપીઓને પકડવા તેમજ અસરકારક કામગીરી કરવા તથા આરોપીઓ શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્કોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પો. ઇન્સ. એચ. આઇ. ભાટી ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લોસ્કોડના એ.એસ.આઇ. પ્રદીપભાઇ ગોહિલ તથા પો. હેડ કોન્સ. પો. હેડ કોન્સ. રમેશભાઇ માલમ સંજયભાઇ વધેરા તથા પો. કોન્સ. પ્રકાશભાઇ અખેડ પો. કોન્સ. સંજયભાઇ ખોડભાયા એ જુનાગઢ જિલ્લા વિસ્તારમાં ફરારી આરોપીઓ શોધવા સારૃં પેટ્રોલિંગમાં હતા ત્યારે હકીકત મળેલ કે જુનાગઢ એ. ડીવીઝન પો. સ્ટે. ગુ.ર.ન. થર્ડ રપ/ર૦ પ્રોહી. કલમ ૬૬બી ૬પ એઇ.ના ગુન્હાના કામનો આરોપી બીજલ હિરાભાઇ ચુડાસમા ઉ.વ.૪૦ રે. જુનાગઢ ધારાગઢ દરવાજા વાળો ભેસાણ તાલુકાના મેંદપરા બસ સ્ટોપ વિસ્તારમાં આટાફેરા મારે છે મજકુર આરોપી જુનાગઢ જેલમાંથી ઉકત ગુન્હામાં છેલ્લા ૧ વર્ષ પહેલા વચગાળાના જામીન મેળવી રજા પર છુટેલ બાદ રજા પુરી થયે જેલમાં હાજર થવાના બદલે બારોબાર ફરાર થઇ ગયો હતો. ત્યાં જઇ વોચમાં રહેતા મજકુર આરોપી ઉકત જગ્યાઅ એ થી મળી આવતા તેને હસ્તગત કરી જુનાગઢ જિલ્લા જેલ ખાતે સોંપવામાં આવેલ છે.

(11:39 am IST)