Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

મોરબીમા ટ્રાન્સપોર્ટ નગરોની રચના કરવા માંગણી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૭ :  ઓદ્યોગિક નગરી તરીકે જાણીતા  મોરબીના ઓદ્યોગિક વિકાસને ધ્યાને લઈને અહી ટ્રાન્સપોર્ટ નગરોની રચના કરવી જરૂરી હોય જેથી આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં આવેલ સિરામિક ઉદ્યોગે દેશ અને દુનિયામાં નામના મેળવી છે મોરબીનો સિરામિક ઉદ્યોગ ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે મોરબી જીલ્લામાં નાના મોટા બધા મળીને ૨૦૦૦ હજાર જેટલા સિરામિક અને તેને સંબંધિત ઉદ્યોગના યુનિટો આવેલ છે મોરબીમાં પ્રતિદિન ૩૦૦૦ થી વધુ રો મટીરીયલ્સના ટ્રકો આવે છે અને તૈયાર ટાઈલ્સ પ્રોડકટ લઈને ૫૦૦૦ ટ્રકથી વધુ માલ ભરીને જાય છે.

નિકાસ માટે કન્ટેનરો આવતા હોય છે મોટી સંખ્યામાં ટ્રકની અવરજવરથી ટ્રાફિક થતો હોય છે જેથી ટ્રાન્સપોર્ટ ઓફીસ બહાર ખાલી ટ્રકો પડી રહેતી હોય જેથી જુદા જુદા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ નગર માટે જમીન ફાળવીને ટ્રાન્સપોર્ટ એજન્ટોને ઓફીસ ત્યાં કાર્યરત કરાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળે અને ઉધોગના વિકાસ માટે પણ આ પગલું આવકારદાયક બની રહેશે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા

સ્વાધીનતા સંગ્રામના અગ્રણી ક્રાંતિકારીઓ જેમાં ટ અ. ૧૯ જુલાઈના મંગલ પાંડે, ૨૩ જુલાઈના રોજ બાલ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ પ્રસંગે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયું છે દરેક વ્યકિતમાં ખાસ કળા (આવડત) (ખુબી) હોય છે. એ કળા (આવડત) નો સદુપયોગ કરી તમે તથા અન્યોને આત્મ નિર્ભર બનવામાં મદદરૂપ થઈ શકશો.

 આ સ્પર્ધા ની છેલ્લી તારીખ ૨૩ રાત્રે ૯ સુધી માં નીચે દર્શાવેલ કોઈપણ એક વોટ્સેપ નંબર પર વેસ્ટ માંથી બેસ્ટ બનાવતો વિડીઓફિલ્મ મોકલી શકાય વધુ વિગતો માટે એલ.એમ.ભટ્ટ મો. ૯૮૨૪૯ ૧૨૨૩૦ દિપેન ભટ્ટ મો. ૯૭૨૭૯ ૮૬૩૮૬નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

અમૃતમ અને આયુષ્યમાન કાર્ડની

પુરતી કામગીરી થતી નથી

 મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારા જીલ્લાના પ્રભારી મંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં ફકત મોરબી જનરલ હોસ્પિટલ ખાતે એક જ કીટ મારફત માં અમૃતમ કાર્ડ અને આયુષ્માન કાર્ડ કાઢવા અને રીન્યુ કરવાની કામગીરી કાર્યરત છે બાકી પાંચ તાલુકા મથકે જયાં કામગીરી થતી નથી તે છેલ્લા ૧ માસથી બંધ છે જેથી મધ્યમ વર્ગના પરિવારો જે ગંભીર બીમારીથી પીડાતા હોય તેઓ યોજના અંતર્ગત સારવાર લેવા માટે નવા માં અમૃતમ કાર્ડ અને આયુષ્માન કાર્ડ કઢાવી સકતા નથી કે રીન્યુ થઇ સકતા નથી અને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે મજબુર થાય છે જેથી મોરબી જીલ્લાના બધા તાલુકામાં માં અમૃતમ કાર્ડ અને આયુષ્માન કાર્ડ વહેલી તકે કાર્યરત કરવા માંગ કરવામાં આવી છે.

વિહિપ અને બજરંગદળ દ્વારા ત્રિશુલદિક્ષા

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ મોરબી દ્વારા આગામી ઓગષ્ટ માસે તા. ૧૪ને શનિવારના રોજ ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાનાર છે

 ત્રિશુલ દીક્ષામાં જોડાવવા ઈચ્છુક ભાઈઓએ નોંધાવવા માટે વિશ્વ હિંદુ પરિષદ શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા મો ૯૨૨૮૧ ૧૭૬૧૭ અને શહેર મંત્રી ભાવિકભાઈ ભટ્ટ મો ૯૬૮૭૫ ૧૯૮૯૮ સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

આરટીઇમા અમાન્ય અરજી સુધારી શકાશે

મોરબી જીલ્લામાં આરટીઈ અંતર્ગત કુલ ૨૧૩ અરજીઓ રીજેકટ કરવામાં આવી છે જેમાં મોરબી તાલુકામાં ૧૨૭, વાંકાનેર તાલુકામાં ૫૩, હળવદ તાલુકામાં ૨૦, ટંકારા તાલુકામાં ૧૧ અને માળિયા તાલુકામાં ૦૨ અરજીઓ રીજેકટ કરવામાં આવી છે ત્યારે અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોકયુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવામાં આવી છે. શિક્ષણ વિભાગની અખબારી યાદી મુજબ તા. ૧૭ થી ૧૯ એપ્રિલ દરમિયાન ઓનલાઈન વેબ પોર્ટલ પર જઈને એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી રીજેકટ થયેલ અરજીઓમાં જો કોઈ જરૂરિયાતના ડોકયુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો અપલોડ કરી પોતાની એપ્લીકેશન સબમિટ કરી શકશે જે રીજેકટ થયેલ અરજીઓની પુનઃ ચકાસણી જીલ્લા કક્ષાએ તા. ૨૯ એપ્રિલ થી ૨૨ એપ્રિલ દરમિયાન કરાશે.

(11:39 am IST)