Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જામજોધપુર આમરણાંત ઉપવાસનો સુખદ અંત : પાલિકાએ વિવિધ માંગણીને ૯૦ દિવસમાં સંતોષવા આપી ખાત્રી

જામજોધપુર,તા. ૧૭ : વિવિધ પ્રશ્ને વિવેકભાઇ વિઝુંડા તથા ગોરધનભાઇ પુંજાભાઇ નામના યુવાનો કચેરી પાસે આમરણાંત ઉપવાસ પર બેસેલ આ આંદોલનમાં બીજા દિવસે હરેશ ચિત્રોડા  તેમજ સાગર સીંગ રેખીયા નામના યુવાનો જોડાયેલ આ ઉપવાસ આંદોલનને લઇ વિવિધ બાબતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલજીભાઇ વિજંુડાએ મધ્યસ્થી કરી વિવિધ પ્રશ્નોની નગરપાલિકા સાથે ચર્ચા કરી જેમાં અનુસુચિત જાતિ વિસ્તારમાં સફાઇ અંગે વિશેષ ધ્યાન આપવા તથા રીંગ રોડ અંગે હાલની માલીકીની જમીન આવેલી છે. આ બાબત નીતી વિષયક હોય આ અંગે ત્વરીત રીંગ રોડ આગળ વધારવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને વાંચનાલયનું જૂરી રિનોવેશનનું કામ આગામી દિવસોમાં કરવામાં આવશે. તેમ જ સ્પીડ બ્રેકર અંગે ૧૦ દિવસમાં યોગ્ય કરાશે. તેમજ જ કોમન પ્લોટ અંગે સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય નિર્ણય થશે આ બધી બાબતો નગર પાલિકાએ લેખીતમાં સ્વીકારી ૯૦ દિવસમાં સંતોષવા જરૂરી કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. તેવી લેખીતમાં ખાત્રી મળતા  અગ્રણી રવિભાઇ સિહોરા અને ઉપવાસીના પિતાશ્રીના હસ્તે વોર્ડ નં. ૭ના કોર્પોરેટર મનસુખભાઇ મકવાણા અગ્રણી અશોકભાઇ પરમાર તથા  નગરપાલિકાના હેડ કલાર્ક અમીતભાઇ મહેતા સહિત આગેવાનોની ઉપસ્થિતીમાં પારણા કરાવતા આ ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવેલ.

(11:40 am IST)