Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જસદણના મોક્ષધામમાં મિયાવાકી જંગલ : કાલે ૩૩૩ વૃક્ષારોપણ કરાશે

આટકોટ,તા. ૧૭: જસદણના મોક્ષધામ ખાતે જસદણ તાલુકાનું સૌ પ્રથમ મિયાવાકી જંગલ (જાપાનીઝ પદ્ઘતિ) નું નિર્માણ રવિવાર,(સમય - ૯ થી ૧૧,સવારે)ના રોજ થવા જઈ રહ્યું છે, જેમાં ૩૩૩ થી વધુ વૃક્ષોના ઉછેર કરવાની જવાબદારી સ્વામી વિવેકાનંદ મોક્ષધામ ટ્રસ્ટ, અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ તથા આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ- જસદણના એમ ત્રણેય ટ્રસ્ટના સભ્યો દ્વારા લેવામાં આવેલ છે.

આ જંગલના નિર્માણમાં ત્રણેય ટ્રસ્ટના સભ્યો તા. ૧૫ જૂન,૨૦૨૧ થી જાત મહેનત કરીને આયોજનબદ્ઘપૂર્વકનું કાર્ય કરી રહ્યા છે.

આ જંગલ ખૂબ જ ઓછી જગ્યામાં નિર્માણ થાય છે તથા સામાન્ય જંગલ કરતા આ જંગલ બમણું ઝડપથી વિકસિત થાય છે,એ તેની સૌથી મોટી વિશેષતા છે.તો, આ તકે જસદણની પર્યાવરણ પ્રેમી જનતાને આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ છે.

(11:42 am IST)