Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ચોમાસુ સત્રમાં લાવવા મુખ્યમંત્રીને રજુઆત કરતા પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ

ઉત્ત્।રપ્રદેશની યોગી સરકાર દ્વારા જે કાયદો લાવવા પહેલ થઇ છે તે આવકાર્ય

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૧૭: ભારત એ વિશ્વ માં બીજા નંબર નો વસ્તી ધરાવતો દેશ છે અને જે દરે દેશની વસ્તી માં વધારો થઇ રહ્યો છે તે મુજબ આવનારા દિવસો માં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે તેવી સ્થિતિ સામે જોવા માલી રહી છે. દેશમાં આટો લઈ રહેલી ગરીબી, બેકારી ની સમસ્યાઓ નિવારવા માટે દેશના સૌથી મોટા રાજય ઉત્ત્।ર પ્રદેશની યોગી સરકાર દ્વવારા વસ્તી નિયંત્રણ નો કાયદો આવનારા સત્ર માં લાવવા માટે મુસદ્દો ઘડી કાઢવામાં આવ્યો છે તેને પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા આવકારવામાં આવ્યો છે. અને ગુજરાત માં પણ વસ્તી નિયંત્રણનો કાયદો આવનાર ચોમાસુ સત્રમાં વિધાનસભા માં રજુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

આવી દેશની વસ્તીને નિયંત્રિત કરતી વસ્તિનીતિનો કાયદો આવનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં લાવવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી માંગ કરવામાં આવી છે. અને ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા જે અમલ માં લાવવા તૈયારી બતાવી સમગ્ર દેશના વિકાસમાં અનોખી રીતે ભાગીદાર થવાની પહેલ કરવામાં આવી છે તેને આવકારી છે.

(11:42 am IST)