Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

લોઠડામાં મોબાઇલ માટે બહેને માથાકુટ કરતાં ગુડીયા ઝેર પી ગઇ

ચામડીયાપરામાં નાની બહેન સાથે મોબાઇલ માટે ડખ્ખો થતાં સોહિલે ફિનાઇલ પી લીધું

રાજકોટ તા. ૧૭: સરધાર તાબેના લોઠડા ગામે વાડીમાં રહી મજૂરી કરતાં મુળ બિહારના હરિરામ પ્રસાદની દિકરી ગુડીયાકુમારી (ઉ.વ.૧૬) ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

ગુડીયાકુમારી ત્રણ બહેન અને બે ભાઇમાં વચેટ છે. બહેન સાથે મોબાઇલ ફોન માટે માથાકુટ થતાં તેણીને માઠુ લાગી જતાં ઝેરી દવા પી લીધી હતી.

બીજા બનાવમાં મોરબી રોડ ચામડીયાપરામાં રહેતાં સોહિલ ફિરોઝભાઇ મુસાણી (ઉ.૧૭)ને પણ મોબાઇલ ફોન માટે નાની બહેન સાથે માથાકુટ થતાં ફિનાઇલ પી લેતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝનને જાણ કરાઇ હતી. જો કે રાતે જ સારવાર બાદ રજા અપાઇ હતી.

(11:42 am IST)