Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જસદણના ઇતિહાસમાં સૌપ્રથમવાર ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ,તા. ૧૭: આદમજી લુકમાનજી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહેલ છે. આ આયોજનમાં રાજકોટ, ગોંડલ, જસદણ, અમરેલી, ધારય, ગુંદાળા, બોટાદ, પાળીયાદ જેવી ૧૦ ટિમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ શુક્રવાર, શનિવાર અને રવિવારે ફાઇનલ રહેશે.

આ આયોજનમાં જસદણ સ્પોર્ટ્સ કલબ ના ચેરમેન શિવરાજભાઈ ખાચર, ટીનું ટારટર, હરેશભાઇ જોગરજીયા, વિવેકભાઈ ખુન્ટ, પ્રેમજીભાઈ મકવાણા વિગેરે વિશેષ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ તકે શિવરાજભાઈ ખાચરનું કહેવું છે કે જસદણ માં બાળકો સ્પોર્ટ્સ તરફ વળે અને તંદુરસ્ત બને એ ખાસ જરૂરી છે. આ તકે જસદણ દરબારસાહેબ સત્યજિતકુમાર ખાચર, વિજયભાઈ રાઠોડ (જયંત), કાર્પ ઈંપેક્ષ,વિશાલ મેડિકલનો વિશેષ આભાર છે જેના થકી આ ટુર્નામેન્ટ નું આયોજન શકય બન્યું છે. રવિવારે ફાઇનલ જોવા જસદણ ના તમામ લોકોને આયોજકોએ આમંત્રણ પાઠવ્યું છે.

(11:44 am IST)