Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સવારે દેવભૂમિ દ્વારકા -ગીર સોમનાથ -જૂનાગઢ જીલ્લામાં ઝાપટાથી પોણો ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં ધુપ-છાંવ યથાવત : કયાંક ભારે તો કયાંક હળવા ઝાપટા રૂપે વરસતો વરસાદ

ગોંડલમાં રાત્રીના જોરદાર વરસાદનું ઝાપટુ પડ્યુ હતું. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ,તા. ૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ માહોલ આજે પણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે આજે દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢ જીલ્લામાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડ્યો છે.

આજે સવારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં પોણો ઇંચ તથા દ્વારકામાં ૧૦ મી.મી. વરસાદ પડ્યો હતો.

જ્યારે ગીર સોમનાથ જીલ્લામાં ઉના અને કોડીનારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

જૂનાગઢ જીલ્લાના કેશોદ, માણાવદર, અને માળીયાહાટીનામાં ઝાપટા પડ્યા છ.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છૂટો છવાયો વરસાદ જ વરસ્યો હતો. મહુવામાં ૭ મી.મી. તળાજામાં ૩ મીમી અને ઉમરાળા અને ભાવનગર શહેરમાં ૧-૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

ભાવનગરમાં આજે મહતમ તાપમાન ૩૩.૮ ડીગ્રી, અને લઘુતમ તાપમાન ૨૬.૦ ડિગ્રી નોંધાયું હતુંફ જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા અને પવનની ઝડપ ૩ કિમી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૬ મહતમ, ૨૭.૫ લઘુતમ, ૯૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૫.૨ પ્રતિ કલાક પવનની ગતિ રહી છે.

છેલ્લા ૨૪ કલાકમાં આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર     ૪૨ મી.મી.

દ્વારકા          ૨૦   ''

ભાણવડ       ૫     ''

ખંભાળીયા      ૧૮   ''

પોરબંદર

પોરબંદર      ૩૭   ''

રાણાવાવ      ૧૧   ''

કુતિયાણા      ૧૧   ''

અમરેલી

અમરેલી       ૩  મી.મી.

ખાંભા          ૪     ''

બગસરા       ૪     ''

બાબરા         ૧૪   ''

રાજુલા         ૨૪   ''

લાઠી           ૭     ''

લીલીયા        ૧     ''

વડિયા         ૧૦   ''

જૂનાગઢ

કેશોદ          ૨  મી.મી.

માંગરોળ       ૧     ''

જૂનાગઢ       ૨૨   ''

ભેંસાણ         ૧૫   ''

માણાવદર     ૧૪   ''

માળીયાહાટીના ૬     ''

રાજકોટ

ઉપલેટા        ૯  મી.મી.

ગોંડલ         ૨     ''

જેતપુર        ૧૫   ''

જસદણ        ૧૦   ''

જામકંડોરણા   ૯     ''

ધોરાજી        ૧૦   ''

ભાવનગર

ગારીયાધાર    ૮  મી.મી.

મહુવા ૭       ૭     ''

તળાજા        ૩     ''

ભાવનગર      ૧     ''

ઉમરાળા       ૧     ''

કચ્છ

માંડવી         ૭  મી.મી.

અબડાસા      ૬     ''

ગીર સોમનાથ

ઉના           ૨  મી.મી.

વેરાવળ        ૨     ''

કોડીનાર       ૫     ''

જામનગર

જામજોધપુર   ૩  મી.મી.

પરડવા        ૫     ''

ભણગોર       ૩     ''

(11:45 am IST)