Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં ર અને દ્વારકામાં અડધો ઇંચ વરસાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૭: દેવભુમી દ્વારકા જીલ્લામાં બે દિવસના મેઘ વિરામ બાદ ફરી ગઇકાલ સાંજથી મેઘરાજાએ કલ્યાણપુર દ્વારકાની  શરૂઆત કરી હતી તથા આજે શનિવારે વહેલી સવારથી ખંભાળીયા તથા ગ્રામ્ય પંથકમાં ધીમી ધારનો વરસાદ શરૂ થયો છે.

ગઇકાલે કલ્યાણપુર તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો તો તાલુકાના અનેક ગામોમાં દોઢથી અઢી ઇંચ સુધી વરસાદ પડયો હતો. જયારે દરકામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે દ્વારકા તાલુકાના ગામડાઓમાં અડધાથી પોણો ઇંચ તથા કયાંક એક ઇંચ જેટલો પડયો હતો. જયારે ખંભાળીયામાં ઝાપટા પડયા હતા.

બાકી વાવણીવાળાનું કામ થઇ ગયું

બે દિવસ વરસાદ રહી જતા દ્વારકા જીલ્લાના ૩પ ટકા ઉપરાંત ખેડુતો જે વાવણી કરી શકયા ન હતા તથા ત્યાં વરસાદ પણ પડયો ન હતો તે તમામે વાવણી કાર્ય સંપન્ન કર્યુ હતું.

(12:52 pm IST)