Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અભ્યાસ વર્ગ

જામનગર : વિશ્વ હિન્દુ પરિષદ નો કાર્યકર્તા ચયનીત વર્ગ યોજાયો હતો. બે દિવસીય અભ્યાસ વર્ગમાં જામનગર વિભાગના ત્રણ જિલ્લામાંથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના અગ્રણી કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેને હિંદુ ધર્મની રક્ષા કાજે પરિષદ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ અને સેવા કાર્યો અંગે માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું હતું. જામનગરના વિભાપર ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર માં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર વિભાગનો કાર્યકર્તા ચયનીત પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી સહિતના ત્રણેય જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ ના નવ નિયુકત કાર્યકર્તાઓ ઉપરાંત ખાસ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશકિત, દુર્ગાવાહીના ના ૨૦૦દ્મક વધુ હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જામનગરમાં યોજાયેલા બે દિવસીય કાર્યકર્તા ચયનીત વર્ગમા સંત સ્વામી સત્યાનંદ સરસ્વતીજી, રાષ્ટ્રીય સ્વયંસેવકના જામનગર જિલ્લા કાર્યવાહક નિકુંજભાઈ ખાંટ, પ્રચારક રામશીભાઈ ગોહિલ, વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની ના ક્ષત્રિય ગુજરાત પ્રદેશ સંયોજિકા યજ્ઞાબેન જોશી, વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ભરતભાઇ મોદી, પ્રાંત સહમંત્રી દેવજીભાઈ મીયાત્રા, વિભાગ સંગઠન મંત્રી ભાસ્કરભાઈ મકવાણા, બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્ય સંપર્ક સંયોજક પ્રવિણસિંહ કંચવા, જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મહેન્દ્રભાઇ સવસાણી ,સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શિશુ મંદિર ખાતે યોજાયેલા આ બે દિવસીય કાર્યકર્તા ચયનીત વર્ગમા  ૨૦૦થી વધુ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને માતૃશકિત દુર્ગાવાહિની ના ત્રણેય જિલ્લાના કાર્યક્રમ હોદ્દેદારોની ખાસ સત્સંગ, યોગા, રમતગમત સહીત અલગ-અલગ સત્રો સાથે વિશ્વ હિન્દુ પરિષદ ની કાર્ય પદ્ઘતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બે દિવસીય વર્ગ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ ના આયામો, વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના તેમજ આવનારા દિવસોમા વિશ્વ હિન્દુ પરિષદ કઈ રીતે કાર્ય કરી રાષ્ટ્રમાં હિન્દુત્વ વિચારધારા અને હિન્દુ સમાજના જતન રક્ષણ માટે તમામ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.જામનગરના વિભાપર મુકામે આવેલ શિશુ મંદિર ખાતે આયોજિત વર્ગના સમારોહ સત્રમાં સ્વામી નારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચર્તુભુજ સ્વામીજીએ ખાસ આર્શીવચન આપ્યા હતા. આ વર્ગ દરમ્યાન જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાદ્યવજીભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા , મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા, મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેરના વેપારી શ્રેષ્ઠી જીતુભાઈ લાલ, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ના ડાયરેકટર ભાણજીભાઈ પાંભર, મમતાબેન કાપડિયા, વિભાપર સરસ્વતી શિશુ મંદિરના ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ સંદ્યાણી, વિભાપર ગામના અગ્રણી ગોકળભાઈ પટેલ, ધીરુભાઈ પરસાણા ઉપરાંત ધાર્મિક, સામાજીક અને રાજકીય સંગઠનોના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. બે દિવસીય કાર્યકર્તા ચયનીત વર્ગના આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, સેવા વિભાગના જિલ્લા સંયોજક પ્રફુલભાઈ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલ કારસરીયા, સહસંયોજક વિજયભાઈ અગ્રાવત, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, બજરંગ દળના જિલ્લા સહસયોજક પ્રીતમસિંહ વાળા, માતૃશકિત મહિલા વિભાગના જિલ્લા સંયોજિકા નિમિષાબેન ત્રિવેદી, સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહિની ના જિલ્લા સંયોજિકા કૃપાબેન લાલ, શહેર સંયોજિકા લીનાબેન ત્રિવેદી, આરતીબેન ઠાકુર, મયુરીબેન લાખાણી સહિતના પદાધિકારી અને કાર્યકરોની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર વર્ષ દરમિયાન સંચાલન વિશ્વ હિન્દુ પરિષદના દ્વારકા જિલ્લાના મંત્રી દીપકભાઈ જાનીએ કર્યું હતું. (અહેવાલ : મુકંુદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(12:52 pm IST)