Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જામનગરની એગ્રો કંપનીમાં નકલી દવાઓના વેંચાણ મુદ્દે દરોડાઃ ફરિયાદની તજવીજ

ચેકીંગ દરમિયાન મહિલા કર્મચારીએ બેહુદુ વર્તન કર્યાનો આક્ષેપ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૭ :  એગ્રો કંપનીમાં નકલી દવાઓ વેચાતી હોવા અંગે દરોડો પાડવામાં આવ્યા છે. કોરાઝન નામની ડુપ્લીકેટ દવા હોવાનો ચેકીંગ દરમ્યાન આક્ષેપ થયો છે.

ખેડુતોની ફરીયાદોને લઇને દરોડો પાડયો હતો. દવાનો જથ્થો નકલી હોવાનું સામે આવ્યું છે.

ચેકીંગ દરમ્યાન કંપનીના મહિલા કર્મચારીએ બેહુદુ વર્તન કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. તમામ મુદ્દે પોલીસ અને કલેકટર સમક્ષ ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

(12:53 pm IST)