Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

દ્વારકા જિલ્લામાં બે પોઝીટીવ કેસ સામે ત્રણ ડિસ્ચાર્જ

૪૪૨ના કોરોના ટેસ્ટીંગ થયા

ખંભાળિયા, તા. ૧૭ :. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંદ પડેલ કોરોના સંક્રમણ છતા પણ હજુ રોજ એક-બે કેસ કોરોના પોઝીટીવના ચાલુ જ રહ્યા છે. ગઈકાલે ૨૪ કલાકમાં બે નવા કેસ નોંધાયા હતા. જેમાં એક કેસ કલ્યાણપુર તથા એક કેસ ભાણવડમાં નોંધાયા હતા. જ્યારે કેસ નોંધાયા નથી. જો કે દેવભૂમિ જિલ્લાના ખંભાળિયા શહેર તાલુકામાં છેલ્લા છ દિવસથી એક પણ નવો કેસ પોઝીટીવ નોંધાયો નથી. ગઈકાલે ભાણવડના બે અને કલ્યાણપુરના એક સહિત ત્રણ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે જિલ્લામાં કુલ ૪૮૨ના ટેસ્ટીંગ થયા હતા.

(12:53 pm IST)