Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જામનગરમાં આકાશ બામરોલીયાનો ગળે ફાંસો ખાઇને આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭:  અહીં સાત રસ્તા મેલડી માતાના મંદિર પાસે રહેતા નીતાબેન ભુપતભાઈ બામરોલીયા, ઉ.વ.૪ર એ સીટી ભસીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૬–૭–ર૦ર૧ના આ કામે મરણજનાર આકાશ ભુપભાઈ બામરોલીયા, ઉ.વ.ર૦, રે. સાત રસ્તા મેલડીમાના મંદિર પાસે, જી.ઈ.બી.ગેઈટ ની બાજુમાં, જામનગરવાળા  કોઈપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જવાથી મરણ થયેલ છે.

એરપોર્ટ ટી પોઈન્ટ પાસે મહિલાને કારે હડફેટે લેતા ઈજા

પંચ બી પોલીસ સ્ટેશનમાં આયુષીબેન અશોકભાઈ કૈલાશપ્રસાદ અગ્રવાલ, ઉ.વ.ર૧, રે. પટેલ કોલોની શેરી નં.૬, મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ, ફલેટ નં.૪૦૪ જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૭–ર૦ર૧ના એરપોર્ટ ટી પોઈન્ટ પાસે રોડ પર આ કામના આરોપી જી.જે.૧૦–સી.એન.૬ર૪૭નો ચાલકે પોતાની કાર પુરઝડપે ગફલતભરી રીતે બેદરકારી પૂર્વક ચલાવી ફરીયાદી આયુષીબેન ના માથાના ભાગે તથા ડાબા પગની પેનીમાં તથા સાહેદના જમણ પગમાં ગંભીર ઈજાઓ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

ફોન પર જાનથી મારી નાખવાની ધમકી

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અશોકભાઈ કાનજીભાઈ ટીંબડીયા, ઉ.વ.૪૮, રે. રાજડા, તા.કાલાવડ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૬–ર૦ર૧ના રાજડા ગામે આરોપી અનીલભાઈ પરશોતમભાઈ આસોદરીયા, રે. હીરાબાગ, રામનગર સોસાયટી–૧, મકાન નં.૩૬ વારછા સુરત વાળા એ પોતાના મોબાઈલ નંબર ૯૦૯૯૪રર૦૮૭ વાળા પરથી આ કામના ફરીયાદી અશોકભાઈને તેના મોબાઈલ ફોન નંબર ૯૯રપ૭ ૭પ૩પ૧ વાળા ફોન પર જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી ફરીયાદી અશોકભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

સાસરીયાઓ દ્વારા ત્રાસ

જામનગર : લાલપુર પોલીસ સ્ટેશનમાં પ્રભાબેન રવીભાઈ હરેશભાઈ વાઘેલા, ઉ.વ.રપ, રે. ગોહીલવાસ ચોક, લાલપુર વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧–ર૦ર૧ ના ફરીયાદી પ્રભાબેનના સાસરે, જામનગરમાં આરોપીઓ પતિ રવીભાઈ હરેશભાઈ વાઘેલા, હરેશભાઈ વસરામભાઈ વાઘેલા–સસરા, ભાવનાબેન હરેશભાઈ વાઘેલા–સાસુ, એ ફરીયાદી પ્રભાબેનને લગ્ન જીવન દરમ્યાન અવાર–નવાર હેરાન પરેશાન કરી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી ગાળો કાઢી અને મારકુટ કરી ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુજરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬–૭–ર૦ર૧ના જામનગર દિ.પ્લોટ–૪૯, ખીજડા મંદિર પાસે, જાહેર રોડ પર આ કામના આરોપી હિતેશભાઈ સામતભાઈ કરથીયા, , રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ જેના ઉપર અંગ્રેજીમાં મેકડોવેલ્સ નં.–૧, ફોર સેલ ઈન હરીયાણા ઓન્લી લખેલ કંપનીની શીલબંધ બોટલ નંગ–૧, જેની કિંમત રૂ.પ૦૦/– ની સાથે રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

કાલાવડમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬–૭–ર૦ર૧ના કાલાવડના કુંભનાથપરા, પુલીયા નીચે, આ  કામના આરોપી પ્રવિણભાઈ વશરામભાઈ વાઘેલા, રામજીભાઈ ચીકુભાઈ ઝીંઝુવાડીયા, ધીરૂભાઈ વશરામભાઈ વાઘેલા, રે. કાલાવડવાળા જાહેરમાં તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૭ર૮૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

છરી વડે હુમલો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હિરેનસિંહ વિજયસિંહ ઝાલા, ઉ.વ.ર૪, રે. મચ્છરનગર, મોમાઈનગર, શેરી નં.પ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬–૭–ર૦ર૧ના જલારામ પાર્ક, ટીડાભાઈની દુકાનની પાસે, જામનગરમાં ફરીયાદી હિરેનસિંહને આરોપી કુલદીપસિંહ લાલુભા જાડેજા એ જમણા હાથના કોણીના ભાગે છરી વડે ઈજા કરી તેમજ છરીથી મુઠ વડે ડાબા પગના સાથળના ભાગે મુઢ ઈજાઓ કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(12:54 pm IST)