Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જુનાગઢ બી ડીવીઝન સહિત પાંચ પોલીસ સ્ટેશનના ટેલીફોન ક્ષતિગ્રસ્ત

ઘણા સયમથી ટેલીફોન ખરાબ હોવાથી પોલીસ પરેશાન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૭ : જુનાગઢ બી ડીવીઝન સહિત પાંચ પોલીસ સ્ટેશનના ટેલીફોન ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત હોવાથી પોલીસ સ્ટાફ પરેશાન થઇ ગયો છે.

વર્તમાન સમયમાં દુરસંચાર સેવા ખુબજ મહતવની છે પરંતુ સરકારી ટેલીફોન બરાબર કામ કરતા નથી જેથી બંને બાજુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જુનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો ટેલીફોન ઘણા દિવસોથી ખરાબ છે રીંગ કરવામાં આવે તો બંને બાજુથી કોઇને કંઇપણ સંભળાતું નથી.

આવી જ સ્થિતિ વંથલી પોલીસ સ્ટેશનના ટેલીફોનની છે

જયારે વિસાવદર, ચોરવાડ અને બાંટવા પોલીસ સ્ટેશનના ટેલીફોનમાં રીંગ જાય પણ ટેલીફોન રીસીવ થતો નથી પોલીસ તંત્ર માટે ટેલીફોન સેવા મહત્વની હોય જેની સત્વરે ટેલીફોનની ક્ષતિ નિવારમાં આવે એવી માંગી છે.

(12:54 pm IST)