Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જૂનાગઢ સ્કૂલ ઓફ એકસલન્સ પ્રોગ્રામ અંતર્ગત કાર્ય શિબિર યોજાઇ

જૂનાગઢ,તા.૧૭: જિલ્લાની ૪૦ પ્રાથમિક શાળાઓ અને ૨૦ માધ્યમિક શાળાઓ સ્કુલ ઓફ એકસલન્સ પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવી છે. સ્કુલ ઓફ એકસલન્સમાં ગુણોત્સવમાં ઉચ્ચ રેકીંગ પ્રાપ્ત, પુરતા શિક્ષકો તેમજ માળખાગત સુવિધા સહિતની બાબતો ધ્યાને લઇ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ પસંદ કરાયેલી શાળાના આચાર્યોશ્રીઓ બી.આર.સી અને સી.આર.સી.ની એક દિવસીય કાર્યશિબિર જ્ઞાનબાગ ગુરૂકુળ જૂનાગઢ ખાતે યોજાઇ હતી.

આ કાર્યશિબિરમાં શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંફ ચુડાસમાએ કહ્યું કે, શિક્ષણથી માત્ર સ્નાતક વિદ્યાર્થી નહીં પરંતુ રોજગારી મેળવતો સારો નાગરિક બનાવવાનુ ધ્યેય છે. હવે હરિફાઇનો જમાનો છે. પ્રથમ તાલુકા, જિલ્લા સ્તરે હરીફાઇ હતી. હવે ફરીફાઇ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ છે. સ્કુલ ઓફ એકસલન્સ થકી આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા છે, જે જીવનના કોઇ ક્ષેત્રે પાછા ના પડે

મંત્રીશ્રી ચુડાસમાએ શિક્ષણમાં રૂટીન કામગીરીથી ઉપર ઊઠી આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથેનાં શિક્ષણમાં પણ સરકારી શાળાના વિદ્યાર્થી અવ્વલ રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. લોકડાઉનમાં પણ સરકારી શાળામાં શિક્ષકોએ ખુબ સારૂ કામ કર્યું છે, તેની સરાહના કરી શ્રી ચુડાસમાએ કહયુ કે, આપણી શાળાઓને શ્રેષ્ઠ બનાવો જેથી વાલીંગણ ખાનગી શાળાના બદલે સરકારી શાળામાં એડમિશન લેવા આપો આપ પ્રેરાઇ.

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાન સાથે જીવન ઘડતર હોલીસ્ટીક ડેવલોપમેન્ટ અને લર્નીંગ વીથ ફન સહિતની બાળકોને આવરી લેવાની હિમાયત કરી હતી. કાર્યશિબિરના પ્રારંભે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે જિલ્લામાં ૪૦ પ્રાથમિક શાળા અને ૨૦ માધ્યમિક શાળાઓ સ્કુલ ઓફ એકસલન્સ કાર્યક્રમમાં આવરી લેવાની વિગતો આપી હતી.

કાર્યશિબિરમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી જેઠવા સહિત આચાર્યો સફભાગી થયા હતા. ગુરૂકુળ ખાતે જ્ઞાનબાગ ગુરૂકુળના સ્વામી શ્રી પ્રીતમસ્વામી અને કેમ્પસ ડાયરેકટર આશીષ કાચાએ શિક્ષણમંત્રીશ્રીનું સ્વાગત કર્યું ફતું. પસંદ કરાયેલી શાળાના આચાર્યોશ્રીઓ પાવર પોઇન્ટ પ્રેજન્ટેશનના માધ્યમથી તેમની શાળાની સુવિધાની વિગતો આપી હતી.

(12:55 pm IST)