Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જુનાગઢના સકકરબાગ ઝુમાં સાત માસમાં ૧૪ સિંહ બાળનો જન્મ

પાંચ વર્ષમાં કુલ ૧૪ સિંહબાળનું અવતરણ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૭ : જુનાગઢના સક્કરબાગ ઝુમાં સાત માસમા ૧૪ સિંહ બાળનો જન્મ થતા વનરાજોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

દોઢ સદી પૌરાણીક અને એશિયાના સૌથી વિશાળ જુનાગઢના સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે દેશનુ એક માત્ર સિંહોનું બ્રિડીંગ સેન્ટર કાર્યરત આ સેન્ટરમાં છેલ્લા પાંચ વર્ષમાં બાવન જેટલા સિંહબાળનું અવતરણ થયું છે. અને એમા પણ ચાલુ વર્ષના માત્ર સાત મહિનામાં ૧૪ સિંહબાળનો જન્મ થયો છે.

બ્રિડીંગ દરમ્યાન જન્મ લેનાર સિંહને જંગલમાં છોડવાને બદલે તેનુ ઝુમાં જ લાલન પાલન કરવામાં આવે છે.

હાલ સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ર૪ નર(સિંહ), ૩પ માદા (સિંહણ) અને ૧૪ સિંહબાળ નિવાસ કરી રહ્યા છે.

(12:56 pm IST)