Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

પોરબંદર જિલ્લામાં અર્ધાથી દોઢ ઈંચ

સમયાંતરે વરસી જતા છુટાછવાયા ઝાપટાઃ અસહ્ય બફારો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭ :. જિલ્લામાં પોરબંદર શહેર સહિત સર્વત્ર ધૂપછાંવ વાતાવરણ છે અને સમયાંતરે છૂટાછવાયા હળવા ઝાપટા વરસી જાય છે. આજે સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં અર્ધાથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અસહ્ય બફારો છે.

પોરબંદર શહેરમાં ગઈકાલે બપોરે વાતાવરણમાં પલ્ટો આવેલ અને વરસાદનું ઝાપટુ વરસી ગયુ હતું. જિલ્લામાં અન્ય સ્થળોએ પણ સમયાંતર સવાર સુધી છુટાછવાયા ઝાપટા વરસ્યા હતા. જિલ્લા કંટ્રોલ મુજબ વરસાદ પોરબંદર ૩૭ મી.મી. (૧૯૩ મી.મી.), રાણાવાવ ૧૧ મી.મી. (૧૧૧ મી.મી.), કુતિયાણા ૧૧ મી.મી. (૧૫૩ મી.મી.), એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૩૭.૨ મી.મી. (૨૧૧.૧ મી.મી.) નોંધાયો છે. ખંભા ળા જળાશય ૪ મી.મી. (૯૫ મી.મી.), ફોદાળા જળાશય ૫ મી.મી. (૧૨૫ મી.મી.), ગુરૂત્તમ ઉષ્ણાતામાન ૩૩ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૨૬.૫ સે.ગ્રે. સવારનું ઉષ્ણાતામાન ૨૯.૮ સે.ગ્રે., ભેજ ૮૩ ટકા, પવન ૬ કિ.મી., હવાનું દબાણ ૧૦૦૪.૩ એચ.પી.એ., સૂર્યોદય ૬.૧૮ તથા સૂર્યાસ્ત ૭.૩૬ મીનીટે.

(12:58 pm IST)