Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

મોરબીમાં મહિલા એ પૈસા ન આપતા છરી મારી

મોરબી,તા. ૧૭: મોરબીના નગર દરવાજા નજીક નાસ્તા ગલીમાં મહિલા પાસે એક શખ્સે પૈસાની માંગણી કરતા તેણીએ પૈસા આપવાની નાં પાડતા છરી વડે હુમલો કરી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ મોરબી બજાર લાઈન ડાક શેરીમાં રહેતા સલમાબેન સલીમભાઈ અમલાણી (ઉ.૪૦) પાસે આરોપી હુશેન ઉફે ઢીંગલી એ પૈસાની માંગણી કરતા ફરિયાદી સલમાબેનએ પૈસા આપવાની નાં પાડતા આરોપી હુશેન ઉર્ફે ઢીંગલીએ પોતાની પાસે રહેલ છરી વડે ડાબા પગના સાથળ ઉપર એક ધા મારી તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

મકનસર ગામે પત્ની તેડવા ગયેલ યુવાનને માર મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા

અમરાપર (નાગલપર) ગામના રહેવાસી ડાયાભાઇ જીવણભાઈ કરોતરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તે પોતાની પત્નીને તેડવા ગયો હોય ત્યારે જુના મકનસર ગામે રબારીવાસમાં રહેતા બીજલ હીરા વેરાણા, ભારા બીજલ વેરાણા, દેવસી બીજલ વેરાણા અને વજી બીજલ વેરાણા રહે મકનસર વાળાએ લોખંડ પાઈપ અને લાકડાના ધોકા વડે માર મારી યુવાન અને તેના ભાઈને ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે યુવાનને માર મારવાના પ્રકરણમાં સાળા, સાસુ અને સસરા સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી હતી જે મારામારી પ્રકરણમાં આરોપી ભારાભાઈ બીજલભાઈ વેરાણા, બીજલભાઈ હીરાભાઈ વેરાણા અને વજીબેન બીજલભાઈ વેરાણા રહે ત્રણેય મકનસર તા. મોરબી વાળાને ઝડપી લીધા છે.

ટંકારાના નાના ખીજડીયા ગામે દવા વાળુ પાણી ભૂલથી પી લેતા પરિણીતા સારવારમાં

ટંકારાના નાના ખીજડીયા ગામે વાડીમાં રહીને મજુરી કરતા લલીતાબેન રવિભાઈ આદિવાસી (ઉ.વ.૨૧) નામની પરિણીતા મગફળીના બીજમાં દવા ભેળવવાનું કામ કરતા હોય ત્યારે તરસ લાગતા ઉતાવળમાં દવા વાળા ગ્લાસમાં પાણી ભરી પી લેતા સારવાર માટે મોરબી ખસેડાઈ છે જે બનાવની ટંકારા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

નીલકંઠ પાર્ક સોસાયટીમાં જુગાર રમતા ૬ ઝડપાયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મહેન્દ્રનગર ગામના નીકલંઠ પાર્ક સોસાયટીમાં દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા રજનીશ મનસુખભાઈ બાવરવા, વિશાલ કિશોરભાઈ ફળદુ, પરેશ મનસુખભાઈ વરમોરા, સંગેશ નટુભાઈ વરમોરા, કાંતિભાઈ નરશીભાઈ જૂલાસણા અને વિજય બળદેવભાઈ વિડજા રહે બધા નીલકંઠ પાર્ક સોસાયટી મહેન્દ્રનગર વાળાને ઝડપી લીધા છે પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ ૧૦,૪૦૦ અને મોબાઈલ ૭ નંગ કીમત રૂ ૩૯,૬૦૦ મળીને કુલ રૂ ૫૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(12:59 pm IST)