Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ફલ્લાની પ્રાથમિક શાળા દ્વારા ઋષિ મુનિઓનાં સમયની યાદ અપાવતું શિક્ષણ

ફલ્લા : સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શીક્ષણ સંપૂર્ણ બંધ છે. બાળકો મોબાઇલ ગેમ તથા અન્ય ખોટી પ્રવૃતિ તરફ વળીને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે જામનગર તાલુકાનાં ફલ્લા ગામની પ્રાથમિક શાળામાં શીક્ષક ભાઇ-બહેનો દ્વારા ગામની બહાર આવેલ તપેશ્વર મહાદેવનાં મંદિરે વડનાં વૃક્ષની નીચે દસ - બાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને સોશીયલ ડીસ્ટન્ટ રાખીને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. જમીન પર સાદી રીતે ભણતા વિદ્યાર્થીઓને જોઇને ઋષિમુનિઓનો કાળની યાદ આવી જાય છે. સાથો સાથ પ્રાથમિક શાળાનાં આ ગુરૂઓની પણ કદર કરવી ઘટે. (તસ્વીર : મુકેશ વરિયા -ફલ્લા)

(12:59 pm IST)