Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સંસારમાં સુખદુઃખ પહેલવાનની જેમ આવે છે અને જાય છે એકબીજાને પટકાવ્યા કરે છેઃ પૂ. રમેશભાઇ ઓઝા

જુનાગઢમાં આયોજીત ભાગવત કથાનું રસપાન કરતા સાધુ-સંતો-આગેવાનો : ગુરૂ ગોરક્ષનાથ આશ્રમે આયોજીત ભાગવત કથા કાલે વિરામ લેશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૭ :.. જુનાગઢના ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે અમેરિકા નિવાસી શ્રીમતી પ્રજ્ઞાબેન પંકજભાઇ પંચમીયા પરિવાર મનોરથી દ્વારા પુ.શેરનાથબાપુના સાનિધ્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ઓનલાઇન ગીરનારી ભાગવતી કથા ગંગા ભાગત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજે સાતમા દિવસે પૂ. ભાઇશ્રીએ કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે,

સંસાર શુ છે બે પહેલવાન લડે છે કયારેક સુખ તો કયારે દુઃખ એક - બીજા ને પટકાવે છે દુઃખને મોકો મળતા સુખ પર હાવી થઇ જાય આમા જીવ મુસાફીર છે કામ ક્રોધ લોભ મોહ લૂંટી લ્યે છે.

એક શેઠ જતા હતા ત્યારે ત્રણ લુટારા વેપારી પાસેથી ધન લુટી લ્યે છે ધન લૂંટયા બાદ એક લુટારાએ હથીયાર કાઢી શેઠને મારવા તૈયારી કરી. બીજો કહે આપણુ કામ થઇ ગયુ આને ઝાડ સાથે બાંધી દઇએ જાનવર ખાઇ જશે અને તેની રસીથી ઝાડ સાથે બાંધી દીધો.

ત્રીજો કાંઇ ન બોલ્યો ત્રણેય લૂટારા ગાયબ થઇ ગયા શેઠ કહે આપણે બચી તો ગયા એ સુખ ક્ષણિક ભુખ્યા તરસ્યા છે એ સમસ્યાએ ઘેરી લીધો ભયમાં વિચારતા વિચારતા રાત થઇ ભુખ પ્યાસ સાથે રાત્રે ભય બહુરાત ગઇ એક અવાજ સંાભળ્યો પતા હળાવા માંડયા કે સિંહ કે જંગલી પશુ મારી નાખશે અચાનક એક આદમી પ્રગટ થયો વેપારીને થયુ આ તો લુટારા માનો એક છે.

આ ત્રીજો લૂટારો આવ્યો ડરમાં હું તને છોડાવવા આવ્યુ છું, તું મરી જા એ હું નથી ઈચ્છતો, યુવા વેપારીને મુકત કર્યો. બે રોટી ખવડાવી પાણી પિવડાવ્યુ છે તો પણ સજ્જન માલુમ પડો છો. બહુ ધન્યવાદ આપનો, લૂટારાએ પૂછયુ કયા ગામના છો ? આપણે ભટકી જાય છે હુ ભટકી ગયો, ભટકી ગયેલને જ અમે શિકાર બનવીએ છીએ મને તારા ગામના રસ્તો ખબર છે. હાલ તને જંગલ બહારનો રસ્તો બતાવુ. રાજન મુડા ભૈયા જંગલમાંથી બહાર નિકળવાનો સમય કેટલો થશે અને મારા ઘરે પહોંચાડી દયો. લૂટારો કહે બેસીશ તો વાર વધુ લાગશે એને જંગલ બહાર લઈ જઈ રોશની દેખાય એ તારૂ ગામ છે, જા હવે નિકળ, હું આપનો ધન્યવાદ માનુ છું, રાજન મુડા ભૈયા એમ કહે છે કે મને ઉલ્ટા ચશ્માનો બાઘો યાદ આવે છે.

યુવા વેપારી કહે હું ધનવાન બાપનો દિકરો છું. મારો બાપ મોટો ધનવાન છે આપે મારી મદદ કરી મારી સાથે હાલો, લૂટારાને કહે મારા પિતાજીને કહી આપને બહુ ધન અપાવીશ. લૂટારો કહે અમારે કોઈનું દીધેલ નહી પણ લુટેલુ ધન જોઈએ. ચોરને એમ થાય અમને નાઈટ ડયુટી હોય છે. અમારે ખાતર પાડવાનું હોય અને ઘરધણી સ્વાગત ન કરે એ જોવાનુ હોય અચાનક જાગી ન જાય પોલીસને ન બોલાવે તેનુ ધ્યાન રાખવુ પડે છે.

ધર્મની અને કાનૂન વિરૂદ્ધ છે તે અપરાધ છે મહેનત કરો એ પર્યાપ્ત નથી કઈ દિશામાં કરો એ જરૂરી છે. મુડાને વેપારી કહે મારા પિતા તમને મળી ખુશ થશે તમે મારી સાથે ચાલો મને અહીથી બહાર ન જઈએ. તુ તારા ગામની કઈ અલોપ થઈ ગયો અને વેપારી તેના ગામે પહોંચ્યો સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આત્રિગુણ.

તમોગુણ મારવાની વાત કરે, રજો ગુણ કહેર બાંધે છે સત્વગુણ છોડાવે છે.

પરોપકાર સમાજ સેવા સારી વાત છે પરોપકાર કરો કોઈકને કામ આવવાનો સંતોષ મળે છે. કિસી કો કામ આપે ઉસે ઈન્સાન કહેતે હૈ અવધુત પરમહસ કે લીયે પરમાર્થ કરવાની ઝંઝટમાં પણ ન પડે મોહ આંધળો છે, અહંકાર અંધાપો નથી દેખે છે. દાનીને પણ અહંકાર પકડી લ્યે છે.

દાન આટલુ કર્યુ તો દાની અભિમાની થાય છે ત્યાગ કરો તો તેનુ અભિમાન અહંકાર તમારા સદગુણોનું ભોજન કરે છે. મારા જેવુ ત્યાગી, મારા જેવુ કોઈ દાની નહી, દાન જ્ઞાન ત્યાગ એનુ અભિમાન એ અહંકાર જે એના રોગને સ્વાસ્થખ સમજી લ્યે ડોકટરને કહે મને કાંઈ નથી કોરોનાનો ટેસ્ટ કરાવી લ્યો હાલ્યા કરે શરદી છે માથુ દુખે સ્વીકારે નહી.

૫ૂં ભાઈશ્રીએ વધુમાં કોરોના કાળનો રમુજ સાથે દ્રષ્ટાંત આપતા જણાવેલ કે ઘણા કોરોના પ્રત્યે બેદરકાર છે એક ભાઈએ તેના પત્નિને કહ્યુ સવિતા આ દાળ-શાકમાં કેમ કાંઈ ટેસ્ટ નથી આવતો એમ કહી રાડ નાખી ત્યારે પત્નિએ હળવેથી કહે ડોકટરને ફોન કરૂ તો તુરંત તેનો પતિ કહેનાના મને કોઈ નથી ખાલી દાળમાં લીંબુ ઓછું છે. આમ માણસને અહંકાર અભિમાન ગમે ત્યાં પકડી લ્યે છે.

ઘોર અંધારી રે રાતલડીમાં નિકળ્યા ચાર અસવારનું ગાન પૂ. ભાઈએ કર્યુ હતું. નવરાત્રી નોરતાનો મહિમા આ વખતે કોરોનાએ કવરાવ્યાનું ગીત ગાય નવા લોકગીત રચાશે તેમ પૂ.ભાઈએ જણાવેલ ઘરમાં સૌને પુરીને રાખ્યા એ મોઢે સિકલા પહેરાવ્યા.. આ દુનિયામાં કોરોનાએ કવરાવ્યા...

(1:12 pm IST)