Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જામનગરમાં ભારે પવન સાથે વરસાદ : અનેક સ્થળે વૃક્ષો અને વીજપોલ ધરાસાયી

જામનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ આવવાને પગલે અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. ઉપરોક્ત તસ્વીરમાં શહેરના ટાઉનહોલ વિસ્તારમાં ઘટાટોપ વૃક્ષ ધરાશાયી થયું હતું આ ઉપરાંત વોર્ડ નંબર 13 ના અનેક વિસ્તારો બા પણ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવતા આ વિસ્તારના કોર્પોરેટર ધવલ નંદા તાત્કાલિક દોડી ગયા હતા જે જોઈ શકાય છે જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં એક વીજ પોલ પણ ધરાશાયી થયો હતો.જોકે સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી તસવીરો કિંજલ કારસરીયા જામનગર

(6:20 pm IST)