Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ધોરાજી લવજેહાદ ,દૂષકમના ગૂનાના આરોપીને પોલીસે સુરત અંકલેશ્વર ખાતેથી ઝડપી લીધો

સૌરાષ્ટ્રમાં લવજેહાદનો પ્રથમ ગુનો ધોરાજી ખાતે નોંધાયો:આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ પર તપાસ શરૂ કરી: આરોપી પરિણીત હોવા છતાં કપટપૂર્વક પોતાના લગ્ન થયેલ ન હોવાનું જણાવી ફરિયાદીને ઇસ્લામ ધર્મ મુજબ ધાર્મિક કલમા ઇન્સ્ટાગ્રામમાં મોકલી પઢાવેલ હતી અને પછી રૂબરૂમાં કહેલ કે આપણે મૌલવી પાસે કાયદેસર રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવો છે તેમ કહી ધર્મ પરિવર્તન કરવા દબાણ કરેલ: સાગર બાગમાંર ડેપ્યુટી એસપી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં લવ જેહાદની રાજકોટ જિલ્લામાં પ્રથમ ફરિયાદ નોંધાઇ હતી અને સરકારી નવા કાયદા હેઠળ આરોપી સામે ગુનો નોંધાયો હતો ઉપરોક્ત ઘટના બાબતે ધોરાજી હિન્દુ સમાજમાં ભારે ચર્ચા જાગી હતી આ બાબતનો પોલીસે ગુનો નોંધી જેની તપાસ જેતપુર ના ડેપ્યુટી એસપી  સાગર બાગમાર ને સોંપવામાં આવી હતી અને જિલ્લા પોલીસ વડા બલરામ મિણા અને જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાંર ની સૂચનાથી ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજા તેમજ સ્ટાફએ આરોપીને સુરત અંકલેશ્વર ખાતેથી દબોચી લઈ ધોરાજી કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
  આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે આ ઘટનાના આરોપી એવા મહોમદ ઉર્ફે ડાડો ગનીભાઇ સમા (રહે.ધોરાજીના રાધાનગર) પોતે પરિણીત હોવા છતાં કપટપૂર્વક પોતાના લગ્ન થયેલ ન હોવાનું જણાવી ફરિયાદીને ઇસ્લામ ધર્મ મુજબ ધાર્મિક કલમા ઇન્સ્ટાગ્રામમાં મોકલી પઢાવેલ હતી અને પછી રૂબરૂમાં કહેલ કે આપણે મૌલવી પાસે કાયદેસર રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવો છે તેમ કહી ધર્મ પરિવર્તન કરવા દબાણ કરેલ.
  લગ્નની લાલચ આપી ફરિયાદી તથા તેની દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીની ઇચ્છા વિરૂઘ્ધ તેની સાથે જાતીય સંબંધ બાંધેલ. હિન્દુધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરવા અંગે પોલીસે આઇપીસી કલમ 376 રા.એન.506/2 તથા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધીનીયમની કલમ 4 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ હતાં.
  જિલ્લા પોલીસ વડા બલરામ મીણા તેમજ જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાંર ની સૂચનાથી ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા તેમજ સ્ટાફ આરોપીને અંકલેશ્ર્વર નજીકથી પકડી પાડીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બનાવ અંગે જેતપુરના ડીવાયએસપી સાગર બાગમાર તપાસ ચલાવી રહેલ છે.
ઉપરોક્ત ઘટના અંગે ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ શબ્દોમાં વખોડી કાઢી આરોપીને કડકમાં કડક સજા કરવા માગણી કરી હતી

(6:24 pm IST)