Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ધોરાજીમાં સરકારી તંત્ર દ્વારા આડેધડ કપાતા વૃક્ષો મામલે પર્યાવરણ પ્રેમીઓ નારાજ

ધોરાજી :- ધોરાજી શહેરમાં સરકારી તંત્ર દ્વારા અલગ-અલગ રીતે વૃક્ષો કાપી નાખવામાં આવતાં પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.
 પર્યાવરણ પ્રેમીઓએ જણાવ્યું હતું કે ધોરાજી શહેર એટલે પહોળા રસ્તા અને વૃક્ષોથી લીલુંછમ શહેર તરીકે આગવી ઓળખ ધરાવે છે. ત્યારે ધોરાજીના જનતા બાગ પાસે રોડ કાંઠે ઊભેલા વર્ષો જૂના વૃક્ષો નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. બ્યુટીફીકેશનના નામે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા તો ઇલેક્ટ્રિસિટી સંદર્ભે ક્યારેક જીઈબી ના તંત્ર દ્વારા વૃક્ષોની ડાળીઓ કાપવા ને બદલે વૃક્ષો કપાઇ રહ્યા હોવાની પર્યાવરણ પ્રેમીઓમાં ફરિયાદ ઉઠી છે. પ્રકૃતિના વિનાશ કદી પણ વિકાસ શક્ય હો તો નથી તાજેતરમાં પૃથ્વી પર રહેલા ઓક્સિજનને કારણે જે વખતે મને ખપત્ પડી કે કોરોના કાળમાં લોકો જોઈ ચૂક્યા છે.
વૃક્ષો થકી ઓક્સિજન તો મળે જ છે સાથોસાથ સુંદર છાયડો પણ મળે છે. જે અસહ્ય ગરમીમાં શીતળતા પ્રદાન કરે છે જોકે એસી બદલામાં અને કારમાં ફરનારા મોટા અધિકારીઓ અને રાજકારણીઓ વૃક્ષોની મહત્તા કદાચ કાગળ પર જ સમજી શકે.
ધોરાજીના પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષોનું નિકંદન નીકળી તેવી તંત્ર પાસે લાગણી અને માગણી વ્યક્ત કરી છે

(6:25 pm IST)