Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જામનગરમાં વરસાદની તોફાની ઇનિંગથી તારાજી : ભારે પવન સાથે અઢી ઇંચ ખાબક્યો : 100થી વધુ વૃક્ષો ધરાશાયી : વીજળીગુલ

જિલ્લામાં સર્વત્ર મેઘમહેર : જામજોધપુરમાં સૌથી વધુ ત્રણ ઇંચ ,જામનગરમાં અઢી ઇંચ,ધ્રોલ પંથકમાં પોણા બે ઇંચ,લાલપુર અને કાલાવડ પંથકમાં સવા ઇંચ વરસાદ

જામનગર જિલ્લામાં શનિવારે સર્વત્ર મેઘ મહેર જોવા મળી હતી જિલ્લામાં એકંદરે અઢી ઈંચ આસપાસ નો વરસાદ નોંધાયો છે જામનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદના આગમનને લઇ ને અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સર્જાયા છે શહેરમાં 100 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા ના સમાચાર પણ છે જેથી અનેક વિસ્તારમાં વીજ લાઈનોને અસર પહોંચી છે અને વીજપુરવઠો પણ શહેરના મોટાભાગના વિસ્તારમાં ખોરવાયો છે.

જામનગર જિલ્લામાં વરસાદની તોફાની ઇનિંગ ની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે જામનગર જિલ્લામાં રાત્રે આઠ વાગ્યા સુધીના શનિવારે પડેલા વરસાદની વાત કરવામાં આવે તો જામજોધપુર પંથકમાં સૌથી વધુ 74 મિમી, જામનગરમાં 63 મિમી, ધ્રોલ પંથકમાં 42 મિમી, લાલપુર પંથકમાં 33 મિમી, કાલાવડ પંથકમાં 32 મિમી અને જોડિયા પંથકમાં પણ 5 મિમી વરસાદ નોંધાયો છે.
જામનગર શહેરમાં ભારે પવન સાથે બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ વરસાદની તોફાની ઇનિંગ શરૂ થતા મોટાભાગના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે જામનગર શહેરના ફાયર કંટ્રોલરૂમને 150 થી વધુ વૃક્ષો ધરાશાયી થવાના ફોન કોલ્સ આવ્યા હતા. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં કાચા-પાકા બાંધકામ ના પતરા તેમજ નળીયા ઉડયા હતા. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(9:20 pm IST)