Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો : ભાણવડમાં ભારે વરસાદ : કબરકા ડેમ ઓવરફ્લો

દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ભાણવડ પંથકમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. તેમજ ભારે વરસાદના પગલે ભાણવડ તાલુકામાં આવેલ કબરકા ડેમ ઓવરફલો થયો છે. જૂનાગઢના માંગરોળમાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો હતો. આ વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ હતી. જેના લીધે આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

(11:24 pm IST)