Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જેતપુરના કેરાળી ગામે દૂધના ટેન્કરમાથી અત્યંત ઝેરી કેમિકલ નદીમાં ઠાલવવાનું કૌભાંડ બાયોકોલના કારખાનામાથી ઝડપાયું

ચાર વર્ષની મહેનત બાદ ગામલોકોએ ટેન્કર પકડી કર્યો પર્દાફાશ

જેતપુર તાલુકાના કેરાળી ગામે વર્ષોથી નદી ને પ્રદુષિત કરવાનું કૌભાંડ ચાલતું હોય પરંતુ કોઈ પુરાવો મળતો ન હોય જનતા રેડ થી કારસ્તાન બહાર આવ્યું. આજરોજ ગામ લોકો વોચમાં હતા ત્યારે મહેસાણાના પાસિંગ GJ 02 Z 3303 વાળું દૂધનું ટેન્કર રાત્રીના નદી કાંઠે આવેલ બાયોકોલ નું કારખાનું કે જેના ઉપર રેલાયેબલ લખેલ છે તેમાં અંદર જતા લોકોને શંકા ગયેલ કે બાયોકલ ના કારખાના માં દૂધ નું ટેન્કર શા માટે તેથી ખાનગી રીતે તપાસ કરતા તેમાં કાળું ઝલદ કેમિકલ હોય જેના કારણે આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ગામ લોકો નું ટોળું એકત્રિત થઈ ગયેલ આ અંગે ની જાણ પોલીસ ને કરાતાં તાલુકા પી.એસ.આઇ. પી.જે. બાટવા સ્ટાફ સાથે આવી પહોંચી ટોળું વિખેરવા કાર્યવાહી કરેલ અને જી.પી.સી.બી. તેમજ એ.એસ.પી. સાગર બાગમાર, સિટી પી.આઇ. પી.ડી. દરજી ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચેલ.

  ગામ લોકો નો આક્ષેપ હોય કે અમારી નજર સામે કેમિકલ નું સેમ્પલ લેવામાં આવે કેમ કે આવું દર વર્ષે થાય છે અને સેમ્પલ ફેલ થઈ જાય છે તેથી આગેવાનો ની નજર સામે સેમ્પલ સીલ કરવામાં આવેલ જોકે સેમ્પલ લેનાર પણ એમ જણાવતાં હતા કે તેના કારણે આંખમાં  અને ચામળી ઉપર બળતરા થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
 આ ધટના થી જે સાડી ઉદ્યોગ ઉપર આક્ષેપ કરવામાં આવતો તે ખોટો ઠર્યો છે.  પ્રદૂષણ બોર્ડ ના અધિકારીઓ જે સામાન્ય લોકો અનુભવી રહ્યા હતા તે અંગે કોઈ પ્રાથમિક તારણ આપવા ગલ્લા તલ્લા કરતા હતા.
ગામના આગેવાનો એ એવું જણાવેલ કે આ પ્રદૂષણ થી ખેતીની જમીન ખરાબ થઈ ગઈ છે પાક બળી જાય છે. જ્યારે જ્યારે આ કેમિકલ નદી માં છોડાય છે ત્યારે એટલા ફીણ વળે છે કે જાણે કાશ્મીર હોય.
 જોવાનું હવે એ રહ્યું કે આમાં કાર્યવાહી થાસે  કેટલી થાસે કે માત્ર લોકો ને શાંત પાડવા કાર્યવાહી નો ડોળ કરાશે.

(12:22 am IST)