Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

નદી ઓળંગવા ગયેલા ત્રણ યુવકો તણાયા, એકનો બચાવ

દ્વારકામાં હડમતિયા ગામ પાસેનો બનાવ : જોતજોતામાં યુવકો પાણીમાં તણાઈ ગયા, જે પૈકી એકનો બચાવ કરવામાં આવ્યો અને અન્ય બેની શોધખોળ ચાલુ

દ્વારકા,તા.૧૬ : સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દ્વારકામાં ધોધમાર વરસાદના કારણે હડમતિયા ગામ પાસે આવેલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. દ્વારકામાં હડમતિયા ગામ પાસેની નદીમાં કુલ ૩ લોકો તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ નદીમાં જે ૩ લોકો તણાઈ ગયા તે પૈકી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે જ્યારે અન્ય ૨ લોકોની શોધખોળ ચાલી રહી છે. દ્વારકામાં ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવી ગયું છે.

              નદીનું જળસ્તર વધારે હોવા છતાં આ યુવકોએ નદી ઓળંગવાનું જોખમ ઉઠાવ્યુ હતું. તેવામાં જોતજોતામાં આ યુવકો પાણીમાં તણાઈ ગયા, જે પૈકી એક વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને અન્ય બેની શોધખોળ ચાલુ છે. ભારે પૂરના કારણે નદીમાં તણાઈ ગયેલા કુલ ૩ વ્યક્તિમાંથી એક વ્યક્તિને લોકોએ બચાવી લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ કોઈ એક કંપનીમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવતા ૩ વ્યક્તિઓએ નદી પાર કરવાનું જોખમ ઉઠાવ્યું હતું. ધસમસતા પાણીના પ્રવાહમાં આંખોની સામે જ આ ત્રણ યુવકો તણાઈ ગયા. જે પૈકી એકનો આબાદ બચાવ થઇ શક્યો છે. ગ્રામજનોએ તંત્રને જાણ કરતા ત્યાં ટીમ આવી પહોંચી હતી. અન્ય ૨ લોકોની શોધખોળ ચાલી રહી છે.

(9:55 pm IST)