Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ગીર સોમનાથ જિલ્લામાં ર૧ ધનવંતરી આરોગ્ય રથ

પ્રભાસ પાટણ : ગુજરાત સરકારે લોકોના આરોગ્યની ચિંતા કરી ઘરબેઠા આરોગ્યલક્ષી સારવાર મળી રહે જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં ધનવંતરી આરોગ્ય રથની ટીમો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ર૧ ધનવંતરી આરોગ્ય રથ દ્વારા ૪૦પ૩૪ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૩૭૦ તાવના ૭રપ૦ શરદી કફ, પ૩૮ ડાયાબીટીસ અને ૬૩૯ હાઇબ્લડ પ્રેસરના દર્દી નોંધાયા તેમજ ૧૦૯ દર્દીને રીફર કરાયા હતા. ૭૪૧ ગામોને આરોગ્ય રથથી આવરી લઇ આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ર૧ ધનવંતરી રથ કાર્યરત કરી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ધનવંતરી આરોગ્ય રથ અને આર.બી.એસ.કે.ની ટીમના ડો. દ્વારા કોરોના વાયરસના પોઝીટીવ આવેલ વિસ્તાર, હોટસ્પોટ વિસ્તારમાં વધુુ માત્રામાં લોકોનું સ્થળાંતર હોય તેવા વિસ્તાર અને સ્લમ વિસ્તાર પહોંચી નાના બાળકો, બી.પી. ડાયાબીટીસ, કેન્સર, એચ.આઇ.વી. ફેફસાની બિમારી અને શંકાસ્પદ દર્દીઓની તપાસ આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે. તેમજ રોગપ્રતિકારક શકિત વર્ધક હોમીયોપેથીક દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. ધનવંતરી આરોગ્ય રથ દ્વારા ગામમાં અથવા અર્બન વિસ્તારમાં, લાઇટ પર, નક્કી કરેલ વિસ્તાર અને હોમ ટુ હોમ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. હાઇરીસ્ક, કો-મોબીડ લોકોને રીવર્સ કોરોન્ટાઇનમાં રહેવા માટે તેમજ તકેદારી રાખવા લોકોમાં આરોગ્ય વિષયક અને કોરોના વાયરસ પ્રત્યેની જનજાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામાં આર.બી.એસ.કે. આરોગ્યની ટીમ દ્વારા અંતરીયાળ વિસ્તારમાં રહેતા લોકોનું કોવીડ-૧૯ મહામારી અંતર્ગત તમામનું થર્મલ ક્રીનીંગ કરી આયુર્વદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું. ધનવંતરી રથ દ્વારા લોકોને દવા વિતરણની તસ્વીર. (દેવાંગ રાઠોડ-પ્રભાસ પાટણ

(9:23 am IST)