Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ગોંડલ રાજવી પરિવાર દ્વારા આરોગ્ય તંત્રને ટોયેટા અર્પણ

 ગોંડલ : કોરોના માટે હોટસ્પોટ બન્યું  છે. રોજબરોજ પોઝીટીવ બહાર આવતા હોય આવા સંજોગોમાં પોઝીટીવ દર્દીને રાજકોટ લઇ જવામાં એમ્બ્યુલન્સ પણ કયારેક ન મળતી હોય તેવી વિકટ સમસ્યા ગોંડલ મહારાજા જયોતિન્દ્રસિંહજી તથા યુવરાજ હીમાંશુસિંહજીને ધ્યાને આવતા ગોંડલના કોઇ કોરોના પોઝીટીવ દર્દીને એમ્બ્યુલન્સ બાબતે જીવ જોખમમાં ન મૂકાય તે ઉમદા હેતુથી તાત્કાલિક નવી એમ્બ્યુલન્સ ગોંડલને ભેટ આપવાનું નક્કી કર્યું, પરંતુ એમ્બ્યુલન્સમાં દરેક કંપનીમાં વેઇટીંગ ચાલતું હોય અને જો ગોંડલને સમયસર એમ્બ્યુલન્સન મળે તો કોઇ દર્દીનો જીવ જોમમાં મૂકાય તે વાતની ગંભીરતા ધ્યાને લઇને વર્તમાન મહારાજા જયોતિન્દ્રસિંહજીએ પોતે જે ટોયોટો ઇનોવા કાર ઉપયોગમાં લેતા હોય તે કારને જ એમ્બ્યુલન્સ બનાવી ડેપ્યુટી કલેકટરને અર્પણ કરી આરોગ્ય વિભાગને  પ્રજાની પડખે ઉભા રહેવાની મહારાજા સરભગવતસિંહની પરંપરા જાળવી છે. ઇનોવા કાર અર્પણ કરવામાં આવી તે  તસ્વીર. (જીતેન્દ્ર આચાર્ય-ગોંડલ)

(9:24 am IST)