Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

પોરબંદરના સાંસદના પુત્ર ડો.નૈમિષ ધડુકને કોરોના ગોંડલમાં બે દિ'માં ૧૫ કેસ, બે ના મોત : આજથી સર્વે

પોરબંદરનાં સાંસદના બંગલે યોજાયેલ જન્માષ્ટમી કાર્યક્રમની તસ્વીર. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ,તા.૧૭: કોરોના ગ્રસ્ત બનેલાં ગોંડલમાં કોરોના કહેર યથાવત રહેવાં પામ્યો છે.છેલ્લા બે દિવસ માં સાંસદ રમેશભાઈ ધડુક નાંઙ્ગ પુત્ર ડો.નૈમિષભાઇ સહીત પંદર વ્યકિતઓ પોઝીટીવ બની છે.અત્યાર સુધીમાં ગોંડલ માં કુલ ૩૫૦ થી વધું પોઝીટીવ કેસ બહાર આવ્યાં છે.કોરોના માં બે વ્યકિતઓનાં મોત નિપજતાં મૃત્યુ આંક ૩૨ થવાં પામ્યો છે.

આરોગ્ય વિભાગનાં ડો.ગોયલનાં જણાંવ્યા અનુસાર ૫૫ ટીમ શહેરભરમાં કોરોના સર્વે હાથ ધરશે.શહેર ની સ્કુલોમાં ચાર ડોકટરની ટીમ તહેનાત રહેશે.અને સર્વે દરમ્યાન શંકાસ્પદ જણાતાં કેસનું સંપુર્ણ ચેકઅપ કરાશે.આરોગ્ય ટીમ હોમ ટુ હોમ સર્વે હાથ ધરનારી હોય લોકો એ સહકાર આપવાં ડો.ગોયેલ દ્વારા અપીલ કરાઇ છે. પોરબંદરના સાંસદના બંગલે તાજેતરમાં જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીતા રબારી સહિતના કલાકારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પછી  નેમિષ ધડુકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગોંડલમાં નવા ૭ કેસ આવતા આરોગ્ય ખાતાએ કાર્યવાહી હાથ ધરી છે.

(11:15 am IST)