Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

૧૩ વર્ષની સગીરાને ૧૫ વર્ષના સગીરને પ્રેમ થઇ જતા નાસી છૂટ્યાઃ જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસની ટીમે બન્નેને પકડી પાડ્યા

સાંપ્રત સમયમાં નાની કુમળી વયના ઉંમરના છોકરા છોકરી વચ્ચે પાંગરતા પ્રેમને ગુન્હો કરવા પ્રેરતી ઘટના સમાજ માટે લાલબતી સમાન

જુનાગઢ,તા.૧૭:  તાજેતરમાં ગુજરાત રાજયના ડીજીપી શ્રી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોઈ જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલોસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ગુમ તથા અપહરણ થયેલ બાળકો અને સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.

જુનાગઢ જિલ્લાના ભેસાણ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રાણપુર ગામ ખાતેથી તા. ૧૧.૦૮.૨૦૨૦ ના રોજ રાત્રીના સમયે ફરિયાદીની સગીર વયની દીકરીને તેના માસીનો દીકરો એવો સગીર આરોપી અશોક (નામ બદલાવેલ છે.) લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયેલ હતો. આ બાબતે ફરિયાદી દ્વારા ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર પી.આઈ. પી.એન.ગામેતી, ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એ.જાડેજા, હે.કો. નરેન્દ્રભાઇ, પ્રભાતભાઈ, મહિલા પો.કો. રશ્મિબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સદ્યન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીના સગા સંબંધી મિત્રોની પૂછપરછ દરમિયાન ભેસાણ પોલીસને બાતમી મળેલ કે, આરોપી અને ભોગ બનનાર સગીરા હાલમાં જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામમાં સીમમાં જ રહે છે, જે મળેલ બાતમી આધારે ભેસાણ પોલીસ ટીમ દ્વારા આરોપી અશોકભાઈ તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી, આરોપીને પકડી પાડી, આરોપી અશોકભાઈની ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલઙ્ગ આરોપી અનેઙ્ગ ભોગ બનનાર બંને સગીર હોઈ, એકબીજાના સગા થતા હોય, મૂળ દાહોદ જીલાના રહેવાસી હોઈ, ખેત મજૂરી માટે આવેલ હોઈ, બનેને પ્રેમ સંબંધ બંધાયેલ હતો, જેની ધરપકડ કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર પી.આઈ. પી.એન.ગામેતી, ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એ.જાડેજા, હે.કો. નરેન્દ્રભાઇ, પ્રભાતભાઈ, મહિલા પો.કો. રશ્મિબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી આરોપી તથા ભોગ બનનારને પ્રેમ સંબંધ હોઈ,ઙ્ગ આરોપી અને ભોગ બનનાર સગીરા એકબીજા વગર રહી શકે તેમ ના હોઈ, બંને નાસી ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી.

નવાઈની વાત તો એ છે કે, ભોગ બનનાર સગીરાની ઉમર માત્ર ૧૩ વર્ષ અને ૨ માસ જયારે આરોપીની ઉમર માત્ર ૧૫ વર્ષ છે. હાલના સાંપ્રત સમયમાં નાની કુમળી વયના/ઉંમરના છોકરા છોકરી વચ્ચે પાંગરતા પ્રેમને ગુન્હો કરવા પ્રેરતી આ ઘટના સમાજ માટે લાલ બતી સમાન કિસ્સો સાબિત થયેલ છે, જેને ધ્યાને લઈને આજના સાંપ્રત યુગના ટીન એજરોના માતા પિતાએ ચેતવાની જરૂરિયાત છે.

આમ ગુજરાતના ડીજીપી સાહેબ દ્વારા સગીર વયના બાળકોને શોધી કાઢવા રાખવામાં આવેલ ખાસ ઝુંબેશ દરમિયાન જૂનાગઢ પોલીસ દ્વારા વધુ બે સગીર (આરોપી તથા ભોગ બનનાર)ને શોધી કાઢવામાં આવેલ છે. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી, મેડિકલ તપાસણી કરી, આગળની તપાસ જૂનાગઢ સર્કલના સર્કલ પી.આઇ. પી.એન.ગામેતી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. 

(11:40 am IST)