Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કેશોદ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્યપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી

 કેશોદઃ સમગ્ર ભારતભરમાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી રહેલ હતી ત્યારે કેશોદ તાલુકા કક્ષાની ઉજવણી યુકેવી મહિલા કોલેજ ખાતે કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને ડેપ્યુટી કલેકટર હસ્તે ધ્વજવંદન થવાનું હતું પરંતુ સંજોગો વસાત્ તેઓ કાર્યક્રમમાં હાજર ન રહી શકતા મામલતદાર કમ તાલુકા એકઝયુકટીવ મેજીસ્ટ્રેટ હેતલબેન ભાલિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ધ્વજવંદન કાર્યક્રમમાં ડીવાયએસપી ગઢવી , તાલુકા વિકાસ અધિકારી, ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ યુકેવી કોલેજ અને જીડીવી હાઈસ્કુલના કર્મચારીઓ હાજર રહ્યા હતાઙ્ગ આ કાર્યક્રમ અંતર્ગત ખાસ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યુંઙ્ગ તથા પધારેલ મહાનુભાવોના હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવેલ હતુ. ધ્વજવંદન તથા વૃક્ષારોપણની તસ્વીરો. (તસ્વીરઃ કિશોરભાઈ દેવાણી, કેશોદ)

(11:43 am IST)