Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ગુજરાત સરકારે કોરોના સામે બાથ ભીડીને રાજયના લોકોની પડખે અડીખમ ઉભા રહીને વિકાસની ગતિ બરકરાર રાખી : જવાહર ચાવડા

જુનાગઢમાં જીલ્લા કક્ષાનાં ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની સાદગીપૂર્ણ ઉજવણી

પ્રથમ તસ્વીરમાં ધ્વજવંદન અને બીજી તસ્વીરમાં વૃક્ષારોપણ કરતા રાજયમંત્રી જવાહરભાઇ ચાવડા નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ) (૯.૧પ)

જૂનાગઢ તા.૧૭: પોલીસ તાલીમ મહાવિદ્યાલય પટાંગણમાં જૂનાગઢનાં જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી ઝીપમાં જિલ્લા કલેકટર ડો. સૈારભ પારદ્યી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજાની સાથે પરેડનું નિરક્ષણ કર્યુ હતુ.

આઝાદીની લડાઇમાં શહીદ થનારા સ્વાતંત્ર્ય વિરોની કુરબાનીને યાદ કરી મંત્રીશ્રીએ કહ્યુ કે, દેશની રક્ષા કાજે ભારતની અખંડતા અને સ્વતંત્રતા ઊપર ઊંની આંચ ના આવે તે માટે રાષ્ટ્રનાં સિમાડાઓનાં રખોપા કરતાં જવાનો પર આપણે ગૈારવ છે, તેમને સલામ છે.

 ગુજરાત સરકારે પણ કોરોનાં સામે બાથભીડીને રાજયનાં લોકોની પડખે અડીખમ ઊભા રહીને  રાજયનાં વિકાસની ગતિને બરકરાર રાખી છે. આપત્ત્િ।ઓને અવસરમાં પલટાવવાની ગુજરાતની પ્રજાની આગવી ઓળખ રહી છે. તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યુ કે અતિવૃષ્ટી, અનાવૃષ્ટી, ધરતિકંપ, કોરોના જેવા પડકારો મુશ્કેલીઓ સામે ગુજરાત કયારેય ડગ્યુ નથી કોરોના સામે લડવા મુખ્યમંત્રીશ્રીનાં નેતૃત્વ હેઠળ યુધ્ધનાં ધરોણે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.

૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લ પંચાયતનાં પ્રમુખ  સેજાભાઇ કરમટા, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, રેન્જ આઇ.જી. શ્રી મનીન્દરસિંદ્ય પવાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૈાધરી, નિવાસી અધીક કલેકટર ડી.કે.બારીયા, નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલ, પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં આચાર્યશ્રી પાંડોર, પ્રાંત અધીકારી જવ્વલંત રાવલ,સહિત અધિકારીઓ, પદાધિકારીઓ સહભાગી થયા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતુ.(

(11:44 am IST)