Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ગોંડલ તાલુકા સેવા સદનમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું

 ગોંડલ તાલુકા સેવા સદનના પટાંગણમાં મામલતદારશ્રી જાડેજાની આગેવાનીમાં તાલુકા કક્ષાની તમામ સરકારી કચેરીના અધિકારીગણ અને કર્મચારીઓ સાથે ગોંડલ શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ સાથે ફોરેસ્ટ યુથ કલબના સભ્યો ધ્વજવંદન કાર્યક્રમમાં સામેલ થયા હતાં. ધ્વજવંદન બાદ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ. કોરોના મહામારીને દૂર કરવામાં સતત સઘન કાર્ય કરતા આરોગ્ય નગરપાલિકા, પોલીસ, વહીવટી કચેરી, સ્વૈચ્છિક સંસ્થાઓને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર અર્પણ કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી. સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું તે તસ્વીર.

(11:54 am IST)