Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

દ્વારકામાં કાન્હા વિચારમંચ દ્વારા સાદગીસભર પ્રતિક શોભાયાત્રા

 

દ્વારકા : ભગવાન રાજાધિરાજ દ્વારીકાધીશના જન્માષ્ટમી પ્રસંગે અતિપવિત્ર મૌક્ષદાયીનિ દ્વારીકામાં કાન્હા વિચારમંચના માધ્યમથી યોજાતિ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા આ વર્ષે કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઈ સરકારની માર્ગદર્શીકા અનુસાર દ્વારીકા આહીરસમાજ ખાતે પુજન-અર્ચન વિધી કરી સાદગીસભર રીતે મર્યાદિત સંખ્યામા તેમજ સંસદસભ્ય  પૂનમબેન માડમની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પ્રતિક શોભાયાત્રારૂપે યોજાઈ ગઈ હતી.  ભગવાન દ્વારીકાધીશના મહાજન્મના વધામણાં કરવા થનગની રહેલ યુવાનોએ વર્તમાન સંજોગો અનુસાર સેનિટાઈઝડ માહોલ બનાવી ભગવાન રાજાધિરાજની શાસ્ત્રોકત પુજન-અર્ચનની તમામ વિધિઓ સાથે ધામધૂમપૂર્વક વાજતે-ગાજતે ભગવાન દ્વારીકાધીશના રાજાધીરાજ સ્વરૂપની પ્રતિમાને  સમાજભુવન ના પ્રાંગણમા પ્રતિક સ્વરૂપે શોભાયાત્રા યોજી જન્માષ્ટમીની પરંપરાને અનેરા સ્વરૂપમા પ્રસ્તુત કરી નવી પહેલ કરી છે આ શુભપ્રસંગે આહીરસમાજના ગાદીપતિ મહંતશ્રી જીવણનાથબાપુ, જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના સાંસદશ્રી પૂનમબેન માડમ તથા પ્રાંત અધિકારી નિહારકુમાર ભેટારીયાની ઉપસ્થિતીમાં કાન્હા વિચારમંચના મર્યાદિત સંખ્યામાં યુવાનોએ હાજર રહી સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે ભગવાન રાજાધિરાજ દ્વારીકાધીશને પ્રાર્થના કરી હતી.

(11:56 am IST)