Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ભાણવડમાં પ્રાંત અધિકારીના હસ્તે ત્રિરંગો લહેરાયોઃ

માણવદર ૭૪માં રાષ્ટ્રીય પર્વની સરકારી વિનિયન કોલેજ ખાતે પ્રાંત અધિકારી આઇ.એ.એસ. દિનેશ ગુરવના હસ્તે ધ્વજવંદન યોજાયેલ આ પ્રસંગે મામલતદાર ભાણવડ તાલુકા વિકાસ અધિકારી ચિફ ઓફીસર આર.કે. કરમુર, નગર પાલીકા પ્રમુખ જયોત્સનાબેન સાગઠીયા, તા.પં. પૂર્વ પ્રમુખ ખીમાભાઇ જોગલ, તા.ભાજપ પ્રમુખ ગોવિંદભાઇ કનારા શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ ઉનડકટ ભાલચંદ્રભાઇ ભટ્ટ સુરેશભાઇ રાજાણી, ભરતભાઇ વારોતરીયા, ધનાભાઇ આંબલીયા, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો શિક્ષકો, વિવિધ કચેરીના સ્ટાફ શહેરના અગ્રણીઓ વિનીયત કોલેજના પ્રિન્સીપાલ તથા સ્ટાફ આંગણવાડી બહેનો સહિત સારી સંખ્યામાં સૌએ ધ્વજને સલામી આપેલ પ્રાંત અધિકારી દિનેશ ગુરવ દ્વારા આઝાદીની લડતમાં સહિદોને યાદ કરીને ભારતની ત્થા ગુજરાતની વિકાસ લક્ષી લોક ઉપયોગી યોજનાઓની સવિશેષ માહિતી આપેલ તેમજ કોરોના મહામારીમાં સમગ્ર દેશ-તથા રાજય તેમજ ભાણવડ તાલુકામાં કોરોના વોરિયર્સની કામગીરીની પ્રસંશા રૂપે સન્માનીત કરવા તેમજ સરકાર ત્થા વહીવટી તંત્રની કામગીરી બિરદાવેલ સાથે સાથે આમ જનતાએ પણ સહયોગ આપવા જણાવેલ ધ્વજવંદન કાર્યક્રમની તસ્વીરો

(11:56 am IST)