Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

સીદસર વેણુ નદીના ક્રોઝવેના ઘસમસતા પાણીમાં ઇકો કાર ફસાઈઃ પાંચ લોકોને બચાવી લેવાયા

જામજોધપુર -મોટી પાનેલી : મોટી પાનેલીથી સીદસર તરફ જતા મુખ્ય પુલ બંધ હોય વાહન ચાલકો સીદસર મંદિર સામેના ક્રોઝ વે પરથી પ્રસાર થઈને જામજોધપુર તરફ જાતા હોય પરંતુ છેલ્લા ચાર દિવસથી વરસતા વરસાદ ને લઈને સીદસર ઉમિયાસાગર ડેમના પાટિયા ખોલવામાં આવેલ જેને લઈને ક્રોઝ વે ઉપરથી વેણુ નદીનું પાણી જતું હોય આ ઘસમસતા પાણીમાં સવારે એક ઇકો ચાલકે સાહસ કરીને ગાડી ક્રોઝ વે ઉપરથી ચલાવી હતી પરંતુ જેમ તેમ મંઝીલ પાર થવાની થોડી દુરી પર જ ઇકો કાર પાણીના ઘસમસતા પાણીમા તણાવા લાગતા ઇકો ચાલકે કારને જે તે હાલત માં જ બ્રેક કરી દીધેલ ત્યાં આસપાસના ગામલોકો ભેગા થઇ ગયેલ અને કારમાં બેઠેલા પાંચ વ્યકિતઓને મહામહેનતે કારમાં થી રેસ્કયુ કરી બચાવી લીધા હતા.

(11:58 am IST)