Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

સ્વતંત્ર્યપર્વની ઉજવણી પ્રસંગે

ગારીયાધારના માંડવી શાળાના શિક્ષક પરમારને રાજયકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અર્પણ

ભાવનગર જિ.ને ગૌરવ અપાવનાર શિક્ષકે અગાઉ પણ એવોર્ડ મેળવ્યો છે

ગારીયાધાર તા.૧૭: ગારીયાધાર તાલુકાના માંડવી કે.શા.શાળાના ફરજ બજાવતા રમેશભાઇ એન. પરમારને ૧૫મી ઓગષ્ટના રોજ રાજય સરકાર દ્વારા રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-૨૦૨૦ સન્માનિત કરી સમગ્ર જીલ્લાનુ ગૌરવ વધારેલ છે.

રમેશભાઇ એન.પરમાર દ્વારા છેલ્લા બે દાયકાઓથી અનેકવિધ પ્રવૃતિ એટલે કે પંપેટકલર, ઇનોવેશન, ક્રાફટકલા, વિજ્ઞાન-પ્રદર્શન, અભિયાન અને બાળવાર્તા ઉતમ રીતે રજુ કર્યા છે જેમની આ પ્રદશર્ની અને કલાથી અગાઉ પણ ચાર એવોર્ડ મળી ચુકયા છે જેમા (૧) રમણભાઇ પટેલ એએમએ એવોર્ડ (ર) એજયુકેટર એવોર્ડ (૩) ચિત્રકુટ એવોર્ડ અને (૪) રાજયપાલ એવોર્ડ વિગેરે મેળવી ચુકયા છે.

શિક્ષણની ખેવના કરનાર આ શિક્ષકને રાજય સરકાર દ્વારા ૧૫મી ઓગસ્ટના રોજ સમગ્ર ભાવનગર જીલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન મેળવી રાજયકક્ષાએ એવોર્ડ મેળવી સમગ્ર જીલ્લાનુ ગૌરવ વધારેલ છે.(

(12:02 pm IST)