Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

દ્વારકાધીશ પરિસરમાં કૃષ્ણ જન્મોત્સવે કિર્તીદાન ગઢવીએ પીરસયો ભકિત રંગ

લાખો કૃષ્ણ ભકતોએ માણયો લાઇવ કાર્યક્રમ ધનરાજ નથવાણીના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

દ્વારકા તા. ૧૭ :.. ભગવાન શ્રી કૃષ્ણના પર૪૭ માં જન્મોત્સવને વધાવવા દ્વારકાધીશ મંદિર પરિસરમાં સોશ્યલ ડીસ્ટશના નિયમો જાળવીને પ્રખ્યાત ગુજરાતી લોક કલાકાર કિર્તીદાન ગઢવીએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં તેમના કર્ણપ્રિય કંઠેથી જન્મોત્સવ પ્રસંગમાં મધુર રંગ લાવી દીધો હતો દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષને સોશ્યલ મીડીયાના માધ્યમથી દેશના લાખો ભકતોએ કાર્યક્રમને માણયો હતો.

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં ઉપસ્થિત દેવસ્થાન સમિતિના અધ્યક્ષ જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના, સાંસદ પૂનમબેન માડમ, વહીવટદાર ભેટારીયા તથા પુજારી ગણ અને દ્વારકાધીશ મંદિરનાં પંડા ગણ વિગેરે  કાર્યક્રમમાં ઉપસ્થીત રહ્યા હતાં.

ગત વર્ષ શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ધનરાજ નથવાણીએ અમદાવાદ ખાતે રાજય ના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે દ્વારકાધીશજીના લોકગીતો ઉપર બનાવેલ 'રાજા ધીરાજ' ઓડીયો આલ્બમનું વિમોચન કર્યુ હતું. જેના ગીતો જે ખુબજ પ્રસીધ્ધ થતા તે ગીતો પણ દ્વારકાધીશ મંદિર પરિસરમાં કિર્તીદાનએ રજૂ કર્યા હતાં. જેનાથી અલગ ભકિતના રંગનો પ્રસાદ ભાવિકોએ અનુભવ્યો હતો.

ગત વર્ષોમાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં દ્વારકાધીશ મંદિર પરિસરમાં દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલ નથવાણીએ દેશના ટોચના કલાકારો આશિત દેશાઇ, હેમાં દેસાઇ ત્થા મનહર ઉધાસના કાર્યક્રમો રજૂ કર્યા હતાં. બાદમાં લાંબા સમય બાદ શ્રી કૃષ્ણ જન્મોત્સવના ફરીથી કિર્તીદાન ગઢવીએ રજૂ કરેલ આ વખતનો કાર્યક્રમ ખુબ જ લોકપ્રિય બન્યો છે. (તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા)

(12:05 pm IST)