Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ઓખા પાલીકા વિસ્તારમાં છવાયો દેશપ્રેમનો માહોલ, શાનથી લહેરાયો તિરંગો

ઓખા : ઓખાની દરેક શાળાઓ નગરપાલીકા વિસ્તારના દરેક સરકારી ઓફીસોમાં શાનથી તિરંગો લહેરાવામાં આવ્યો હતો જેમાં પાલીકા વિસ્તારોમાં  ઓખા લાલા લજપતરાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાલીકા સદસ્ય  અમરભાઈ ગાંધીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ. આ સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગ રૂપે તમામ શાળાઓ સાથે ઓખા ન્યાય મંદીરમાં જજ સાહેબના હસ્તે ધ્વજ લહેરાવ્યો હતો. ઓખા મરીન પોલીસ સ્ટેશને તમામ પોલીસ સ્ટાફના હસ્તે અને હાઈસ્કુલમાં ધો.૧૨માં અભ્યાસ કરતી હર્ષાબા રાઈજાદાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ. (તસ્વીર-અહેવાલઃ ભરત બારાઇ,ઓખા)

(12:08 pm IST)