Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જામકંડોરણામાં તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી

 જામકંડોરણા કોરોના મહામારીના કારણે માસ્ક તેમજ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરી મર્યાદિત આમંત્રીતોની ઉપસ્થિતીમાં તાલુકા કક્ષાના ૭૪મા સ્વતંત્રતા પર્વની ઉજવણી જામકંડોરણા તાલુકા શાળા ખાતે કરવામાં આવી હતી આ પ્રસંગે જામકંડોરણા મામલતદાર આર. જી. લુણાગરીયાના હસ્તે ત્રિરંગો લહેરાવી સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે જામકંડોરણા તાલુકા આરોગ્યની ટીમ દ્વારા કોરોના મહામારીમાં તકેદારી માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ પ્રસંગે કોરોના મહામારીમાં કોરોના વોરીયર્સ તરીકે ઉતમ કામગીરી કરનાર વિવિધ સંસ્થાઓ તેમજ વ્યકિતઓને સન્માનપત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે શાળાના ગ્રાઉન્ડમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામકંડોરણા મામલતદાર આર. જી. લુણાગરીયા, તાલુકા વિકાસ અધિકારી બી. આર. બગથરીયા, પો. સબ. ઇન્સ. જે. યુ. ગોહીલ, તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવે, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, કાનજીભાઇ પરમાર, સરપંચ જશમતભાઇ કોયાણી, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, મહામંત્રી ગૌતમભાઇ વ્યાસ, રાજકોટ જીલ્લા પંચાયતના સદસ્ય મનોજભાઇ બાલધા, વકીલ મંડળના પ્રમુખ ભરતભાઇ કોયાણી, જયેન્દ્રસિંહ ચૌહાણ, વેપારી અગ્રણી નાથાભાઇ બાલધા, રણછોડભાઇ રાદડીયા, નરેન્દ્રભાઇ સંપટ સહિતના અધિકારીઓ આગેવાનો તેમજ આરોગ્ય, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરીના કર્મચારીઓએ ઉપસ્થિત રહી આ પર્વની ઉજવણી કરી હતી. (તસ્વીર - અહેવાલ : મનસુખભાઇ બાલધા-જામકંડોરણા)

(12:08 pm IST)