Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

સી. આર. પાટીલ બુધવારે સોમનાથ-જુનાગઢ-કેશોદમાં

પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત સૌરાષ્ટ્ર પ્રવાસના કાલે રાત્રે સાસણથી શ્રીગણેશઃ ગુરૂવારે જેતપુર, ગોંડલ, રાજકોટમાં: સંગઠનને વધુ મજબુત બનાવવા બેઠકો-ચર્ચા વિચારણા

રાજકોટ તા. ૧૭ :.. ભાજપના પ્રદેશ પ્રમુખપદ સંભાળ્યા બાદ સી. આર. પાટીલ કાલે રાત્રીથી સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે.

સોમનાથથી તેઓ સૌરાષ્ટ્રનાં પ્રવાસનો આરંભ કરશે. ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાનાં સંગઠનના હોદેદારો - કાર્યકરો સાથે તેઓ બેઠક યોજશે.

પાટીલના સૌરાષ્ટ્રમાં  પ્રથમ પ્રવાસ હોવાથી ખાસ કરીને પાટીદાર સમાજમાં એક મેસેજ આપવાની રણનીતિનાં એક ભાગરૂપે પાટીલની સાથે પ્રદેશ ભાજપનાં પટેલ નેતા ઉપપ્રમુખ ગોરધન ઝડફીયા અને સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણીયા સાથે રહેશે. તા. ૧૯ મીએ સવારે ૮ વાગ્યે સાસણ ગીરથી રેલીનાં સ્વરૂપે સોમનાથ જશે. વેરાવળ, જુનાગઢ, ખોડલધામ મંદિરે દર્શન બાદ તા. ર૧ મીએ રાજકોટ આવશે. પેટા ચૂંટણી અને તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી નજીક આવી રહી હોવાથી આ મુદ્ે પણ સંગઠનના કાર્યકરો સાથે ચર્ચા થશે.

સી. આર. પાટીલનું તા. ૧૮ ને મંગળવારે રાત્રીનાં ૧૦ વાગ્યે ગાંધીનગરથી સાસણ (ગીર) જવા બસ માર્ગે રવાના થશે.

તા. ૧૯ ને બુધવારે સવારે ૬ વાગ્યે સાસણ ગીર સિંહ સદન ખાતે આગમન, સવારે ૯ વાગ્યે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરશે.

સવારે ૧૦ થી બપોરના ૧ર.૩૦ સુધી ગીર સોમનાથ જીલ્લા સંગઠન, ચૂંટાયેલા તેમજ વિવિધ શ્રેણીની બેઠકો કરશે.

બપોરે ૧.૩૦ વાગ્યે સોમનાથથી જુનાગઢ જવા પ્રસ્થાન બપોરે ર વાગ્યે વેરાવળ, ૩ વાગ્યે કેશોદ, અને ૪ વાગ્યે રસ્તા માર્ગે સી. આર. પાટીલનું સ્વાગત કરવામાં આવશે.

સાંજે ૪.૩૦ વાગ્યે જુનાગઢના શ્રી ગાંઠીલા મંદિરે દર્શન કરીને સાંજે પ વાગ્યે જુનાગઢ શહેરમાં આગમન થશે.

સાંજે પ.૩૦ વાગ્યે જુનાગઢ શહેર દ્વારા બેઠક હોલમાં સ્વાગત સાંજે ૬ થી ૮.૩૦  જુનાગઢ શહેર સંગઠન અને ચૂંટાયેલા તેમજ વિવિધ શ્રેણીની બેઠકોને સંબોધશે અને રાત્રી રોકાણ જુનાગઢ કરશે.

તા. ર૦ ને ગુરૂવારે સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ સુધી જુનાગઢ જીલ્લા સંગઠન, ચૂંટાયેલા તેમજ વિવિધ શ્રેણીની બેઠકો મળશે.

બપોરે ૧ર.૩૦ થી ર વાગ્યા સુધી ભોજન અને અનામત સમય બપોરે ર વાગ્યે જુનાગઢથી રસ્તા માર્ગે પ્રસ્થાન થશે. અને બપોરે ર.૪પ વાગ્યે જેતપુરમાં સ્વાગત ૩.૩૦ વાગ્યે ખોડલધામ દર્શન, પ વાગ્યે ગોંડલમાં સ્વાગત, ૬ વાગ્યે રાજકોટ શહેર દ્વારા સ્વાગત સમારંભ હોલમાં યોજાશે. અને ભોજન તથા રાત્રી રોકાણ રાજકોટમાં કરશે.

તા. ર૧ ને શુક્રવારે સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ પત્રકાર પરિષદ, સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ રાજકોટ જીલ્લા સંગઠન, ચૂંટાયેલા તેમજ વિવિધ શ્રેણીની બેઠકો યોજાશે.

બપોરે ૧.૩૦ થી ૩ વાગ્યા સુધી ભોજન અને અનામત સમય.

બપોરે ૩ થી ૬ સુધી રાજકોટ શહેર સંગઠન અને ચૂંટાયેલા તેમજ વિવિધ શ્રેણીની બેઠકો મળશે.

સાંજે ૬ થી ૭ દરમિયાન હસમુખભાઇ જોષી, અને અકિલા કાર્યાલયની મુલાકાત લેશે.

રાત્રીના ૭ થી ૮ અનામત અને ભોજન તથા રાત્રીનાં ૮ વાગ્યે રાજકોથી ચોટીલા  જવા રવાના થશે. અને ચોટીલા રાત્રી રોકાણ કરશે.

તા. રર ને શનીવારે ચોટીલાથી ધંધુકા તાલુકાના ઝાંઝરકા ગામે સવારે ૮ વાગ્યે જવા રવાના થશે. ત્યાંથી સવારે ૧૦ વાગ્યે સવગણ મંદિરે દર્શન, બપોરે ૧ વાગ્યે ધંધુકા ખાતે જગદીશભાઇ સોનીના ઘરે શુભેચ્છા મુલાકાતે બપોરે ર.૩૦ વાગ્યે બગોદરા ૩.૩૦ વાગ્યે બાવળા ખાતે સ્વાગત કરવામાં આવશે.

જયારે સાંજે ૪.૩૦ વાગ્યે રસ્તા માર્ગે ભાજપ પ્રદેશ પ્રમુખ બાવળાથી સુરત જવા રવાના થશે.

(12:09 pm IST)