Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

હળવદના વેગડવાવ ગામે પ્રેમી યુવાનને જીવતો સળગાવનારા યુવતિના પિતા સહિત ત્રણ સગા ભાઇની ધરપકડ

હળવદ તા. ૧૭ : હળવદ પંથકમાં દિવસે દિવસે પ્રેમ પ્રકરણના કરૂણ અંજામના બનાવો વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના વેગડવાવ ગામના યુવાન ૨૨ વર્ષના વિક્રમભાઈ હરેશભાઈ પિપળીયા કોળીને કૌટુંબિક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો ત્યારે યુવતીના પિતા મહાદેવભાઇ પીપળીયા કોળીને મંજુર ન હોવાથી અવારનવાર ઝઘડો થતો હતો થોડા સમય પહેલા જ મૃતક વિક્રમનુ મોટર સાયકલ સળગાવી દીધી હતુ ત્યારે ગત તારીખ ૧૪-૮ ના રોજ હળવદ તાલુકાના વેગડવાવ ગામ હનુમાનજીના મંદિરે રૂમમાં રાત્રિના બે વાગે વિક્રમ સૂતો હતો ત્યારે બારીમાંથી યુવતી શિલ્પાના પિતા મહાદેવભાઈ કાનજીભાઈ પીપળીયા તેમજ સુરેશભાઈ કાનજીભાઈ પીપળીયા, દિનેશભાઈ કાનજીભાઈ પીપળીયા ત્રણેય સગા ભાઈએ રાત્રિના ૨ વાગે પંટ્રોલ અથવા કેરોસીન જેવા પદાર્થ શરીર પર છાંટી જીવતો સળગાવી દેવામાં આવ્યો.હતો પરંતુ વિક્રમ ગંભીર રીતે દાઝી જતાંવિક્રમ ભાઈ ને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં લઇ ગયેલ ત્યારે મોત નીપજયું હતું.

મૃતકના પિતા હરેશ ભાઈ વિઠ્ઠલભાઈ પીપળીયાએઙ્ગ હળવદ પોલીસમાં ત્રણ શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધી હતી. પીઆઈપીએ દેકાવાડીયાએ ત્રણ આરોપીને દબોચીને ત્રણ સગાભાઈને દબોચી લઇને કાર્યવાહી હાથ ધરી હતી આમ નાનકડા એવા વેગડવાવ ગામેઙ્ગ યુવાને જીવતો સળગાવી દેવાના બનાવના પગલેઙ્ગ ગામ સહિત આજુબાજુના ગામોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ કરવાઙ્ગ હળવદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જી.પનારા, દેવુભાઝાલા,ઙ્ગ રમેશભાઈ, બીટ જમાદાર ભરતભાઈ આલ, પોલિસ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ પટેલઙ્ગ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

(12:09 pm IST)