Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જામકંડોરણાનો ફોફળ ડેમ (સવા ફુટે) ઓવરફલો

જામકંડોરણા તા. ૧૭: જામકંડોરણામાં છેલ્લા દશ દિવસથી અવિરત મેઘસવારી ચાલુ છે આજે સવારથી પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે. જામકંડોરણાનો ફોફળ ડેમ હાલમાં ૧.૩૦ ફુટે ઓવરફલો થઇ રહ્યો છે. ગત તા. ૧૩ના રોજ આ ડેમ ભારે વરસાદના લીધે સાડા ત્રણ ફુટ ઓવરફલો થયો હતો તંત્ર દ્વારા આ ડેમની નિચાણવાળા વિસ્તારના ગામો દુધીવદર, ઇશ્વરીયા, તરવડા, વેગડીના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા સાવચેત કરાયા છે. જામકંડોરણામાં મોસમનો કુલ વરસાદ ૮૬૧ મી.મી. થયેલ છે.

(12:11 pm IST)