Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

વિરનગરમાં જુગાર રમતા ૯ શખ્સો રૂ.૧.ર૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

આટકોટ, તા. ૧૭ : રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીણા અને ગોંડલ ડીવાયએસપી પી.એ. ઝાલાની સુચનાથી આટકોટ પોલીસે વિરનગર ગામે જુગારની રેડ કરતા ૯ શકુનીઓને રોકડા રૂપિયા એક લાખ વીસ હજાર સાથે પકડી પાડયા હતાં.

આ અંગે આટકોટ પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિરનગર ગામની સીમમાં જયેશ અરજણ વેકરીયા, વિરનગર વાળા રાજુ બટુક વેકરીયાની વાડીના ગોડાઉનમાં જુગાર રમાડતો હોવાની બાતમી આટકોટના પીએસઆઇ મેતાને બાતમી મળી હતી.

બાતમીના અનુસંધાને પીએસઆઇ મેતા તથા સ્ટાફના હેડ કોન્સ. દીલીપભાઇ પો.કોન્સ. હીરાભાઇ, કિરાનભાઇ , ખોડાભાઇ સહિતનાઓએ રેડ કરતા ૯ શકુનીઓને ઝડપીફ પાડી યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીમાં જયેશ અરજણ વેકરીયા રે. વિરનગર, શૈલેષ બાબુ સાવલીયા રે. હલેન્ડા, અશોક રામજી રૂપારેલીયા રે. વિરનગર, ભાવેશ વલ્લભ રાદડીયા રે. વિરનગર, જેન્તી ગોવિંદ ચોવટીયા રે. કોટડાપીઠા, હરેશ વાજી શેખલીયા રે. વિરનગર, મહેશ વશરામ પીરોજીયા રે. મોટા દડવા, કાન્તી કરમશી ખુંટ રે. ઇશ્વરીયા, ભુપત કાબાભાઇ ખુંટ રે. વિરનગર વાળાની ધરપકડ કરી છે. જયારે વાડી માલીક રાજુ બટુક વેકરીયાની ધરપકડ બાકી છે.

આ બનાવે નાનકડા વિરનગર ગામમાં ભારે ચર્ચા જગાવી છે.(

(12:11 pm IST)